તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડ પાલિકા ભંગાર કૌભાંડમાં આમીર ટ્રેડર્સના ભાઇની ધરપકડ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એજન્સીના લેટર પેડ ઉપર ટેન્ડર ભર્યું હતું

વલસાડ પાલિકાના એસટીપી પ્લાન્ટને 2017માં ડેસ્મેન્ટલ કરી તેના ભંગારનું વેચાણ કરવા ટેન્ડર મગાવવા પાલિકાની ડ્રેનેજ કમિટિના તત્કાલિન ચેરમેન રાજેશ રાઠોડ અને કમિટિના સભ્યોએ ઠરાવ કર્યો હતો.ત્યારબાદ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડે ભાવ મગાવવા અંગેના ઠરાવ અંગે સીઓ જે.યુ.વસાવાને જાણ કરતા ટેન્ડરિંગ કરાતા વાપીની આમીર ટ્રેડર્સનું ટેન્ડર મંજૂર થયું હતું.સીઓ,પ્રમુખ પંકજ આહિરે વર્ક ઓર્ડર આપી 7 દિવસમાં જમા કરાવવાની નોંધ કરી હતી..આ ભંગાર કેટલો હતો,ક્યાં વજન કરાવ્યું,કેટલું વજન હતું જેવી કોઇ પ્રક્રિયા ઉપર ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડે ધ્યાન ન રાખી બેદરકારી દાખવવાની હકીકત સામે આવતા સીઓએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ કૌભાંડમાં છેવટે સિટી ઇજનેર હિતેશ પટેલે ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડ,આમીર ટ્રેડર્સનો કામદાર રઘારામ,મહિલા અપક્ષ સભ્યના પતિ સાજીદ ઉર્ફ શેરૂ શેખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઇ વી.ડી.મોરીના માર્ગદર્શન હેઠળ તપાસ અધિકારી પીએસઆઇ પરમાર અને તેમની ટીમે પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રીજો આરોપી મહમદહારૂન યુસુફ શેખ રહે.કરવડ વાપીનાનીધરપકડ કરી આ કેસની મહત્વની તપાસમાં વધુ રહસ્ય ઉકેલવા પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો