શ્રદ્ધાજંલિ:વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરમાં કિસાનોના મોતને લઈ શ્રદ્ધાજંલિ અપાઈ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીના ઝંડા ચોક ખાતે કેન્ડલ માર્ચ કાઢી મૃતક ખેડૂતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી
  • લખીમપુર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો પર કાર ચઢાવીને હુમલો કરવામાં આવ્યો હતો

વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરમાં કિસાનોના મોતને લઈ કિસાનોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી. લખીમપુર ખાતે કિસાન કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર કાર ચઢાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતા. ત્યારે આ ઘટનાના વિરોધમાં વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના વાપી ઝંડા ચોક ખાતે કેન્ડલ માર્ચ કાઢી મૃતક ખેડૂતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

લખીમપુર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો પર કાર ચઢાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. ત્યારે આ અમાનવિય ક્રુત્ય સામે વિરોધ નોંધવા તથા શહીદ ખેડૂતોને આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમા વલસાડ જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ, વાપી તાલુકા પ્રમુખ શુભાષ યાદવ, ઉમરગામ શહેર પ્રમુખ જીગ્નેશ માછી તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...