તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:વલસાડ જિલ્લામાં 12 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણ અને આરોગ્યના મુદ્દા ઉપર ચૂંટણી લડશે, મતદારોને માનવશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારોની હોડ જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 12થી વધુ બેઠકો ઉપર ઉમેદવારે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વલસાડ જિલ્લા પંચાયતની 38 અને 6 તાલુકાઓની તાલુકા પંચાયતની 158 બેઠકોમાંથી 12થી વધુ બેઠકો ઉપર આમ આદમીના ઉમેદવારોએ શનિવારે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી સમર્થકોની સાથે રજૂ કરી હતી. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને દિલ્હીની જેમ આરોગ્ય અને શિક્ષણના મુદ્દે ચૂંટણી લડવા મેદાનમાં ઉતારી છે. આમ આદમી પાર્ટીએ નોંધાવેલી તમામ બેઠકો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો