ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022:આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા અને પારડી બેઠકના ઉમેદવારો જાહેર કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર અને કપરાડા વિધાનસભા બેઠકના ઉમેદવારોના નામ જાહેર થતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી વિધાનસભાની બેઠક ઉપર ત્રિપાખીયો જંગ ખેલાશે તેમ દેખાઈ રહ્યું છે.

આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવાસી બાકી રહ્યા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી એ આઠમી યાદી જાહેર કરી કરી છે. જેમાં વલસાડ જિલ્લાની 3 વધુ બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પારડી વિધાનસભા બેઠક ઉપર વાપી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતન પટેલને ભાજપના પારડી વિધાનસભા બેઠક ઉપર રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સામે ઉમેદવાર જાહેર કર્યા છે.

ધરમપુર વિધાનસસભા બેઠક ઉપર આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે કપરાડા બેઠક ઉપર રાજ્ય પાણી પુરવઠા મંત્રીની બેઠક ઉપર આદિવાસી સમાજના અગ્રણી જ્યેન્દ્ર ગામીતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ આગામી પાર્ટીએ આજ રોજ ઉમેદવાર જાહેર કરતા વલસાડ જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. વલસાડ જિલ્લાની કુલ 4 બેઠક ઉપર ઉમેદવારો જાહેર થયા છે. ઉમરગામ વિધાનસભા બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...