• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Aadhaar Card Registration At Valsad Collectorate Will Be Done After 46 Days, Waiting For Update And New Card For One And Half Months

અરજદારોને ધક્કા:વલસાડ કલેકટર કચેરીમાં આધારકાર્ડ રજિસ્ટ્રેશન 46 દિવસ બાદ થશે, અપડેટ અને નવા કાર્ડ માટે દોઢ માસ સુધી રાહ જોવાની રહેશે

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘હવે 26 જૂલાઇએ આવજો, હાલ એપોઇન્ટમેન્ટ ફુલ છે’
  • આધારકાર્ડ માટે જિ.પં.ના સેન્ટર પર દરરોજ 30 થી 60 ફોર્મની મર્યાદા, કલેકટર કચેરીના સેન્ટર પર દૈનિક 30 રજિસ્ટ્રેશનની જ ક્ષમતા

વલસાડ શહેરમાં બાળકો માટે શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે.જેમાં ધો.1ના પ્રવેશ કરનારા બાળકો માટે આધારકાર્ડ જરૂરી છે.બાળકોના 0 થી 5 વર્ષ સુધીના બાળકોના મહત્તમ વાલીઓએ અગાઉ હાથ ધરાયેલી ઝુંબેશમાં તેમના આધારકાર્ડ વાલીઓએ અગાઉ કઢાવી લીધાં હતા. પરંતુ હવે આધારકાર્ડ અપડેટ કરીને શાળામાં પ્રવેશ માટે મગાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અપડેશન માટે વાલીઓને જિ.પં. રાજીવ ગાંધી સભાગૃહમાં ખાસ કેન્દ્ર ચાલૂ કરાયું છે, જ્યાં વાલીઓ બાળકોના આધાર કાર્ડ રજિસ્ટ્રેશન કરાવવા આવે છે. પરંતુ દૈનિક 30 થી 60 ફોર્મ જ ઇસ્યુ કરાતા બાકીના અરજદારોને બીજા દિવસે કતારમાં ઉભા રહેવાની હાલાકી ભોગવવી પડી રહી છે.

કલેકટર કચેરીમાં નવા કાર્ડ માટે 26 જૂલાઇ 2022 રોજ ફોર્મ ઇસ્યુ કરવામાં આવશે તેવી સૂચના જારી કરી દેવાતાં અરજદારોને દોઢ માસ રાહ જોવી પડશે. બંન્ને કેન્દ્રો પર દરરોજ 40 થી 50 કે ક્યારેક વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન માટે અરજદારો આવે છે. પરંતું કલેકટર કેન્દ્રમાં વધુ અરજદારોને ફુલ એપોઇન્ટમેન્ટોને કારણે નિરાશાનો સામનો કરવો પડે છે અને તાલુકાના ગામોમાંથી આવતા અરજદારોને ધક્કા થઇ રહ્યા છે.

આધારકાર્ડના અભાવે અનેક કામો ખોરંભે
સામાન્ય રીતે આધારકાર્ડ દરેક કામો માટે જરૂરી છે.બેંકમાં ખાતા ખોલાવવા,લોન લેવા, સરકારી યોજનાના લાભો,કોલેજ,શાળા પ્રવેશ,એફિડેવિટ,જાતિ,આવકના દાખલા સહિત અને કામો માટે અરજદારોને જો નવા આધારકાર્ડ અને આધારકાર્ડમાં નામ,સરનામા બદલવા જેવા કામો માટે વલસાડમાં ફોર્મનું વિતરણ અને રજિસ્ટ્રેશન માટે 46 દિવસ સુધી રાહ જોવાની થતાં લોકોના કામો ખોરંભે પડી રહ્યા હોવાની અરજદારોમાં ફરિયાદ ઉઠી છે.

બાળકના આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન કરવાનું છે, સવારથી બપોર થઇ જાય છે
અબ્રામાના એક અરજદારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે,શાળામાં બાળકના પ્રવેશ માટે આધારકાર્ડ અપડેટ કરવાનું છે.વલસાડ જિ.પં.માં બાળકોના આધાર કાર્ડના કેન્દ્રમાં આવેલા સવારે 9 વાગ્યે કેન્દ્રમાં ફોર્મ લેવા આવ્યો હતો,ફોર્મ તો મળી ગયું પણ વધુ અરજદારોને લઇ બપોર થઇ ગઇ છે.રજિસ્ટ્રેશન તો આજે થઇ જશે પરંતું અડધો દિવસનો સમય ફાળવવો પડે છે.

30 ફોર્મ આપ્યા બાદ બપોરે બોલાવ્યા
મહિલા અરજદારે જણાવ્યું કે,બાળકના આધારકાર્ડ અપડેશન માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા આવ્યા હતા,પરંતુ માતા નોકરીએ ગઇ હતી એટલે આવી ન શકતાં રાહ જોઇ રહ્યા હતા,માતાને આવવામાં મોડું થઇ જતાં કતારમાં ઉભેલા અરજદારોને 30 ફોર્મ ઇસ્યુ કરી બંધ કરાયા હતા,બાકીનાને બપોર બાદ બોલાવાયા હતા.જેને લઇ તે તમામને આખો દિવસનો સમય આપવો પડે છે.

આધારકાર્ડ અપડેટ વિના લોન અટકી
અતુલના એક યુવાન અરજદારે જણાવ્યું કે,હમો જૂના સરનામે રહેતા હતા એટલે આધારકાર્ડ અપડેટ કરવાનું છે.કારણ કે ઘર બનાવવા લોન લીધી છે,જે માટે આધારકાર્ડમાં નવું સરનામુ અનિવાર્ય છે.કલેકટર કચેરીના આધારકાર્ડ કેન્દ્રમાં તો દોઢ માસ બાદ ફોર્મ ઇસ્યુ કરી કરી એપોઇન્ટમેન્ટ અપાશે તેવું જણાવતાં લોન અટકી ગઇ છે. લોનની કામગીરી આધારકાર્ડ અપડેટને લઇ અટકી જતા હાલત કફોડી બની છે.જેને લઇ પરિવારજનો પણ ચિંતામાં મૂકાયા છે.

લોકોના હિતને જોતા આધાર નોડેલ સાથે પરામર્શ કરી ઘટતું કરવામાં આવશે
આધારકાર્ડ માટે જે હાલમાં વ્યવસ્થા છે તે માટે આધાર નોડેલ્સ સાથે પરામર્શ કરાશે.આધારકાર્ડનું કામ લોકોના હિતનું હોવાથી આ અંગે આધારકાર્ડ કેન્દ્રોના નોડેલ અધિકારીઓને વ્યવસ્થા શું થઇ શકે છે તે અંગે ઘટતું કરવા પ્રયાસ કરાશે. -- કે.ગામિત, ઇન્ચાર્જ એસડીએમ, વલસાડ

અન્ય સમાચારો પણ છે...