પત્ની રીસાઇ જતાં દારૂ પીધો:વલસાડના છીપવાડમાં આવેલી ગંગલી ખાડીમાં દારૂના નશામાં યુવક પટકાયો, ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યો

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીથી છીપવાડ ટેમ્પામાં માલ ખાલી કરવા આવેલો શ્રમિક દારૂના નશામાં ખાડીમાં ખાબક્યો
  • સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી

વલસાડના છીપવાડથી પસાર થતી ગંગલી ખાડીમાં વાપીથી છીપવાડ ટેમ્પામાં માલ ખાલી કરવા આવેલો શ્રમિક દારૂના નશામાં પટકાયો હતો. શ્રમિકને પટકાતા જોઈ રાહદારીઓ અને સ્થાનિક લોકો ગભરાઈ શ્રમિકની શોધખોળ હાથ ધરી હતી. શ્રમિક ન મળતા ફાયર ફાઈટરની ટીમની મદદ મેળવી હતી. શ્રમિક ગંગલી ખાડીના નાળામાં સુઈ ગયો હતો. ફાયરની ટીમે બહાર નીકળવા સૂચના આપતા ન નીકળતા દારૂના નશામાં ધૂત થયેલા શ્રમિકને ફાયર વિભાગની ટીમે ખેંચી કાઢી ખડીમાંથી બહાર કાઢ્યો હતો.

વલસાડ છીપવાડ ખાતે આવેલી ગંગલી ખાડીમાં વાપીનો શ્રમિક યુવક ટેમ્પામાં માલ ખાલી કરવા માટે વાપીથી ટેમ્પા સાથે વલસાડના છીપવાડ ખાતે ટેમ્પામાં હમાલીનું કામ કરવા આવી પહોંચ્યો હતો. ટેમ્પોમાંથી માલ ખાલી કરવાની જગ્યાએ ગંગલી ખાડીના પાઇપ ઉપર બેસવા જતા ઉપરથી નીચે પડી ગયો હતો.

યુવક દારૂના નશામાં ખાડીનાની અંદર જઈ સૂઈ ગયો હતો. આજુબાજુના લોકો ગભરાઇ જતા યુવકની શોધખોળ હાથ ધરી હતી. યુવક ખાડીમાં ન દેખાતા વલસાડ ફાયર બ્રિગેડ ની ટીમને બનાવની જાણ કરી હતી.

વલસાડ ફાયર ફાઈટર ના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી દારૂના નશામાં ધૂત થયેલા યુવકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. યુવક બહાર ન આવતા ફાયરના જવાનોએ ડ્રેનેજના પાણીમાં ઉતરી તેને બહાર કાઢ્યો હતો. બહાર કાઢી યુવકનું નામ પુછતા પોતાનું નામ સંતોષ હોવાનું અને ટેમ્પામાં હમાલીનું કામ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પત્ની રીસાઇને પીયર ગઈ હોવાથી દારૂ પીધો હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...