સસ્તી બાઈક મોંઘી પડી:વલસાડમાંથી ચોરાયેલી એક બાઈક સાથે એક યુવક છોટાઉદેપુરમાં ઝડપાયો, યુવકે મધ્યપ્રદેશમાંથી ખરીદી હતી બાઈક

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે યુવકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી

વલસાડના અબ્રામા ખાતેથી વર્ષ 2015માં ચોરાયેલી બાઈક મધ્યપ્રદેશમાં રહેતા ઓછું ભણેલા યુવકે પાણીના ભાવે ખરીદી હતી. તાજેતરમાં યુવક મધ્યપ્રદેશથી બાઈક લઈને છોટા ઉદેપુર આવતા વાહન ચેકીંગ કરતી પોલીસે અટકાવી ચેક કરતા બાઈક વલસાડના અબ્રામા વિસ્તારમાંથી 6 વર્ષ પહેલા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ વલસાડ પોલોસની થતા પોલીસે આરોપીનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

MPમાં રહેતો એક યુવક વેસ્તાભાઈ સુમલાભાઈ બામણીયાએ થોડા વર્ષ અગાઉ મધ્યપ્રદેશમાંથી એક ઈસમ પાસેથી GJ 15 BC 7168 નંબર ની બાઈક પાણીના ભાવે પેપર્સ વગર ખરીદી હતી. થોડા વર્ષોથી બાઈક પોતે ચલાવતો હતો. તાજેતરમાં છોટાઉદેપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે આ યુવકને બાઈક સાથે અટકાવી ચેક કરતા બાઇકના દસ્તાવેજોની માગણી કરી હતી. જે ન હોવાનું યુવકે કબુલ્યું હતું.છોટા ઉદેપુર પોલીસે બાઈકની હિસ્ટ્રી ચેક કરતા વર્ષ 2015માં વલસાડમાં અબ્રામા ખાતેથી આ બાઈક ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા યુવકે મધ્યપ્રદેશમાં એક અજાણ્યા ઈસમ પાસેથી પાણીના ભાવે બાઇક ખરીદી હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ વલસાડ પોલીસને થતા 27 મે ના રોજ વલસાડ સીટી પોલીસે છોટાઉદેપુર પહોંચી આરોપી યુવક નો કબજો મેળવી આગળની તપાસ માટે વલસાડ લાવવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ડિટેઈન કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...