તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વલસાડના યુવકે ઈન્સ્ટાગ્રામ એપથી રોકાણના નામે 34 હજાર ગુમાવ્યા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઊંચા કમિશનની લાલચે યુવકના આઇડી ઉપર રોકાણનું પેમેન્ટ કરાવ્યુું

મોગરાવાડી મોટા તળાવ પાસે શ્વેતાપાર્કમાં રહેતો 25 વર્ષીય યુવાન વિનય દિગ્વિજય નાથ સિંગે મોબાઇલના ઇન્ટરનેટ વડે ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી હતી. 19 એપ્રિલ 2021ના રોજ તેના આઇડીમાં સર્ચ કરતા એક વ્યક્તિએ તેના આઇડી માંથી ઇન્વેસ્ટમેન્ટ પેઇજનું પ્રમોશન કર્યું હતું. જે પેઇજમાં વિનયને વિઝિટ કરી હતી.પેલા ઇસમે ઇન્સ્ટાગ્રામ આઇડી મેસેજ કરી રૂ.34 હજાર રોકાણ કરું તો કેવી રીતે રોકાણ કરી વધુ વળતર અપાવશો તેવી જાણકારી માગી હતી.

આવી રીતે તેને વિશ્વાસમાં લઇ ઠગ ઇસમે વલસાડના યુવાન પાસે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનના માધ્યમથી રૂ.34 હજારનું રોકાણ કરાવ્યા બાદ વધુ રૂ.78 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની લાલચ આવતા યુવાનને શંકા જાગી હતી.જેથી તેના રૂ.34 હજાર પરત કરવા કહેતા ઠગ ઇસમે નહિ ચૂકવતા વિનયે સાઇબર ક્રાઈમના સ્વસ્થ પોર્ટલ ઉપર ફરિયાદ કરતા પોલીસેે ઠગ સામે ગુનો દાખલ કર્યો છે.

બીઓબીના નેટબેંકિંગથી તેને પેમેન્ટ કર્યું
ઠગ ઇસમે તેના મોબાઇલ નં.8153016473 ઉપર રૂ.34 હજારનું પેમેન્ટ ટ્રાન્સફર કરવા જણાાવ્યું હતું.જેથી બેન્ક ઓફ બરોડાના ફોન એપ્લિકેશન દ્વારા નેટબેંકિંગથી યુવાને એરટેલ પેમે એપ્લિકેશન દ્વારા તેના ખાતામાં રૂ.24 હજાર,તથા બીજીવાર રૂ.10 હજાર ટ્રાન્સફર કર્યા હતા.​​​​​​​

વધુ ઇન્વેસ્ટ કરવા કહેતા ભાંડો ફૂટ્યો
વિનયે રૂ.34 હજાર ટ્રાન્સફર કર્યા બાદ વધુ રૂ.78 હજાર રોકવા જણાવતા છેતરી રહ્યો હોવાની શંકા જાગી હતી.જેથી યુવાને તરત જ રૂ.34 હજાર પરત માગતા તેણે કહ્યું,રૂ.34 હજારની રકમ વધીને હવે રૂ.89341 થઇ ગઇ છે જે પૈકી તમારે રૂ.16602 કમિશન આપવું પડશે તેવી માગ કરી હતી. વિનયે મેસેજ કર્યો કે કમિશન કાપીને બાકીના પૈસા પરત કરો.તેણે કહ્યુ.અમે નાણાં પાછા નહિ આપી શકીશું. જેથી ભાંડો ફૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...