તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂડિયાનું કારસ્તાન:વડોદરાના યુવકે તિથલ બીચ પર દારૂ પી તમાશો કર્યો, વોક વે પર કાર દોડાવી લોકોના જીવ અદ્ધર કર્યા

વલસાડએક મહિનો પહેલા
 • વડોદરાનો યુવકો એક NRI મહિલાને વલસાડ મુકવા આવ્યો હતો
 • સ્થાનિક લોકોએ સિટી પોલીસને જાણ કરતા પોલીસે યુવકની કરી ધરપકડ

વડોદરાના માધવપાર્કમાં લક્ષમી સોસાયટીમાં રહેતો સચીન જગન્નાથ વણઝારા નામનો કારચાલક ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે.આ ચાલક ગુરૂવારે રાત્રે કાર લઇને વડોદરાની એક એનઆઇઆર મહિલાને વલસાડ મુકવા માટે વર્દી લઇને આવ્યો હતો.ત્યારબાદ શુક્રવારે સવારે આઠેક વાગ્યાના સુમારે તે વલસાડના તિથલ બીચ ઉપર કાર લઇને આવી પહોંચ્યો હતો.

પરંતું તેણે દારૂ પીધેલાની હાલતમાં કારને વોક વે ટ્રેક ઉપર લઇ ગયો હતો.જ્યાં નશામાં હિલોળે ચઢેલા કારચાલકે વાંકીચૂંકી અને પૂરપાટ કાર હંકારતા આસપાસના અમુક લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.છેવટે આ કાર વોક વેના ટ્રેકને કૂદાવી નીચે ખાબકવાની તૈયારી હતી ત્યારે અચાનક કાર અડધે પહોંચી અટકી ગઇ હતી.જેને લઇ કાર નીચે પટકાય તે પહેલા મોટો

મહિલાને વલસાડ ઉતારી તિથલ બીચ પર દારૂ પીધો
સચિન જગન્નાથ વણજારા વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારની માધવપાર્ક સોસાયટીનો રહેવાસી છે અને ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સચિન વડોદરાથી એક NRI મહિલાને લઇને વલસાડ આવ્યો હતો. વલસાડમાં મહિલાને તેમના સંબંધીને ત્યાં ઉતારીને સચિન રાત્રીના સમયે તિથલ બીચ પર આવ્યો હતો અને ખૂબ દારૂ પીધો હતો.

વોકવે પાસે રમતા બાળકોના જીવ જોખમમાં મુકાતા રહી ગયા
વહેલી સવારે દારૂના નશામાં ચૂર થઇ સચિને તિથળ બીચના વોકવે પર કાર ચડાવી હતી. એ સમયે નજીક ઉભેલા લોકોમાં નાસભાગ મચી હતી. સદનસીબે વોકવે પાસે રમતા બાળકોએ પૂરપાટ ઝડપે આવતી કારને જોઇને સજાગતા દાખવી હતી અને ત્યાંથી દૂર જતાં રહ્યા હતા. થોડે દૂર જઇ કાર વોકિંગ ટ્રેકની દિવાલ પર લટકી ગઇ હતી. આ બનવની જાણ ગામના સરપંચના પતિ રાકેશ પટેલને થતા તેમણે તાત્કાલિક વલસાડ સિટી પોલીસનો સંપર્ક કરી દારૂડિયા કાર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે કારચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેક નીચે કેટલાક બાળકો રમતા હતા
જે સમયે વોક વે ટ્રેક પરથી પૂરપાટ દોડતી કારના પિધ્ધડ ચાલકે કાબૂ ગુમાવતા કાર ટ્રેક પરથી નીચે પટકાવવાની તૈયાર હતી ત્યારે નીચેના ભાગે કેટલાક બાળકો રમતા હતા.પરંતું કાર વોક વે ઉપર અડધી લટકીને અટકી જતાં બા‌ળકોનો બચાવ થયો હતો તેવું સ્થળ પર લોકોએ જણાવ્યું હતું.

ટ્રેક ઉપર વાહનો માટે પ્રતિબંધ છે
વલસાડના રમણીય બીચ ઉપર વોક વે ટ્રેક,જોગિંગ પાથ જેવી સુવિધાઓ છે.આ જગ્યાએ કાર સહિતના વાહનો લઇ જવા પર પ્રતિબંધ છે.સહેલાણીઓના કાર અને અન્ય વાહનો માટે 50 ફુટના અંતરે પાર્કિંગ છે.છતાં કાર ચાલક દારૂ પીને કાર લઇ વોક વે પર લઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો