તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Youth Carrying 21 Bottles Of Liquor On A Bullet Was Caught Near Dharampur Crossroads Of Valsad, A Total Of Rs 1.22 Lakh Was Seized.

બુલેટ રાઈડર બુટલેગર:વલસાડની ધરમપુર ચોકડી પાસે બુલેટ પર 21 બોટલ દારૂ લઇ જતો યુવક ઝડપાયો, કુલ રૂ.1.22 લાખનો મુદ્દામાલ જપ્ત

વલસાડ9 દિવસ પહેલા
  • વાહનચેકિંગ દરમિયાન બુલેટ રાઈડરને શંકા જતા અટકાવ્યો બેગમાંથી દારૂનો જથ્થો મળી આવતા ધરપકડ કરવામાં આવી

વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી વાહનચેકિંગ દરમિયાન બુલેટ રાઈડરને શંકા જતા અટકાવ્યો હતો. જેમાં તેની પાસેથી બેગમાંથી 21 બોટલ દારૂનો જથ્થો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

બુલેટ રાઈડરની સ્વાંગમાં દારૂની ખેપ મારતો યુવક પકડાયો

વલસાડ સીટી પોલીસ ધરમપુર ચોકડી ખાતે વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન એક બુલેટ રાઇડર ઉપર શંકા જતા અટકાવ્યો હતો. જેમાં બુલેટમાં આજુબાજુમાં અને પાછળના ભાગે આવેલી ડિક્કિમાં ચેક કરતા 21 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુલેટ રાઈડરની સ્વાંગમાં દારૂની ખેપ મારતા સુરતના કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા બુલેટ રાઈડરની અટક કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

બેગમાંથી 21 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો

બંને બાજુ આવેલી તથા પાછળ લગાવેલી બેગમાંથી 21 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો લઈને સુરત ખાતે આપવાનો હોવાનું બુલેટ રાઈડર ગૌરાંગ રાણાએ જણાવ્યું હતું. 21 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 16 હજાર, બુલેટ અને મોબાઈલ મળી કુલ 1.22 લાખના મુદ્દામાલ સાથે ગૌરાંગ રાણાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...