વલસાડનો યુવા લેખક:ગુજરાતી માધ્યમમાં ભણી અંગ્રેજીમાં અનેક પુસ્તકો લખી દેશમાં ગૌરવ વધાર્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લેખક મયુર પટેલ - Divya Bhaskar
લેખક મયુર પટેલ
  • અનેક નવલકથાઓ મોટા પ્રકાશન ગૃહો દ્વારા પ્રકાશિત થયા
  • ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ તેમના પુસ્તકોને સન્માનિત કર્યુ હતું

વલસાડ જેવા નાના શહેરમાંથી ગુજરાતી મીડિયમમાં ભણેલા એક યુવાન અંગ્રેજી નવલકથાનો લેખક તરીકે કાઠું કાઢ્યું છે.આ યુવાને અંગ્રેજીનો અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યનું ઘનિષ્ટ વાંચન કર્યું છે.ભારતના એક ખ્યાતિપ્રાપ્ત પ્રકાશક પેન્ગ્વિન બૂક્સ ઇન્ડિયાએ વલસાડના આ લેખકની પહેલી જ નવલકથા છાપતા તેણે એક વિરાટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

વલસાડના ભાગડાવડામાં રહેતો દાદિયા ફળિયાનો આ યુવાન મયુર પટેલ સિવિલ ઇજનેર છે પરંતું સાહિત્ય પ્રત્યે પ્રથમથી જ લગાવ હતો.તેમની નવલકથા ટ્રાવેલ નોવેલ ને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. વલસાડના કોઈ મૂળ વતનીએ ગુજરાતી સાહિત્ય જગતનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હોય તે વલસાડ વાસીઓ માટે ગૌરવરૂપ બની રહ્યું છે.

ગુજરાતીઓનું અંગ્રેજી નબળું જ હોય એવું મેણું હંમેશાં મારવામાં આવે છે, પણ ગુજરાતી મીડિયમમાં ભણેલ વ્યક્તિ પણ એક ફૂલ લેન્થ નવલકથા અંગ્રેજીમાં લખવા જેટલી કાબેલિયત જાતમહેનતે હાંસલ કરી શકે છે તે વલસાડના આ યુવા લેખકે પુરવાર કર્યું છે. ગુજરાત સ્તરે પણ બહુ ઓછા ગુજરાતીઓ અંગ્રેજીમાં પુસ્તકો લખતાં હોય છે.મયુર પટેલે લેખક તરીકે ઘણી લાઇબ્રેરીઓ અને સમારંભોમાં સ્ટેજ પરથી વક્તવ્ય આપ્યાં છે.

પ્રતિષ્ઠિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 2019 દરમિયાન તેમણે લેખનના અનુભવો વિશે વક્તવ્ય આપ્યું હતું.તેઓ નવલકથા ઉપરાંત લેખ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણન, ફિલ્મ રિવ્યૂ અને બૂક રિવ્યૂ પણ લખે છે અને દેશભરમાં પ્રતિષ્ઠિત થયા છે.

અનેક પુસ્તક બદલ ઇનામોથી નવાજેશ
વલસાડના લેખક મયુર પટેલના જણાવ્યા મુજબ માતૃભારતી’ જેવા ઓનલાઇન માધ્યમમાં પ્રકાશિત એમની સત્યઘટનાત્મક હોરર લેખમાળા એક સ્થળ… ભૂતાવળ વર્ષ 2018માં,વર્ષ 2020માં ‘શોપિઝન’ એપ દ્વારા આયોજિત ઓનલાઇન નવલકથા-લેખન સ્પર્ધા શોપિનોવેલ કોન્ટેસ્ટમાં એમની ગુજરાતી સાયકોલોજિકલ થ્રિલર નવલકથા ‘ગુલમર્ગ એસ્ટેટ’એ રૂ.25 હજારનું પ્રથમ ઈનામ જીત્યું હતું. જુલાઈ, 2021માં આ નવલકથા પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી. તેમની વાર્તાઓ ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘અનોખી’, ‘એક અંધારી રાતે…’, ‘એક હસીન છલના’ તથા ‘ઉર્ધ્વારોહણ’ વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં ઈનામો જીતી ચૂકી છે. તેમની વાર્તા ‘મુક્તિ’ સૂરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘કેતન મુનશી વાર્તા સ્પર્ધા 2017-18માં વિજેતા બની હતી

અન્ય સમાચારો પણ છે...