આત્મહત્યા:વલસાડના પારડી તાલુકાના કુંતેજ ગામના સાસુ-વહુ તળાવમાં ઝંપલાવી એક યુવતીએ જીવન ટૂંકાવ્યું

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કૂંતેજ ગામે આવેલા સાસુ વહુ તળાવમા એક અજાણી યુવતીએ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી યુવતીનો જીવ બચાવવા યુવતીની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ પારડી પોલીસ અને ચંદ્રપુર લાઇફ સેવા ટ્રસ્ટના યુવાનોને થતા ચંદ્રપુરના લાઈફ સેવા ટ્રસ્ટના સભ્યોએ ભારે જેહમત બાદ યુવતીના મૃતદેહને શોધી તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયોઆ કરુણ ઘટના અંગે સ્થાનિક માછીમારો પાસેથી મળતી વિગતો પ્રમાણે, વલસાડ તાલુકાના દુલસાડ ગામે રહેતી 20 વર્ષીય નીતાબેન મોહનભાઈ પટેલ આજે બપોરના સુમારે પારડી તાલુકાના કુંતેજ ગામે આવેલા સાસુ-વહુના તળાવ પર આવી હતી અને અચાનક તળાવમા ઉતરી પડી હતી. નજીકમાં એક વ્યક્તિએ જોતા યુવતીને બચાવવા માટે લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તળાવમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ પારડી પોલીસ અને ચંદ્રપૂરના તરવૈયા યુવાનોને થતા યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયેલી યુવતીની લાશની શોધવાની કામગીરી કરી હતી. પરંતુ તળાવ ઊંડો હોવાથી મૃતદેહ 2 કલાકની ભારે જહેમત બાદ તળાવમાંથી બહાર કાઢી શકાયો હતો.

આ ઘટનાની જાણ પારડી પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી એ આત્મહત્યા કયા કારણોસર કરી તે હજી સુધી અકબંધ છે. અને પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો લઈ PM માટે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...