દુઘર્ટના:વલસાડમાં વાંકી નદીની ખાડીમાં માછલી પકડવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક માછલી પકડવામાં મશગુલ હતો તે દરમિયાન પગ સ્લીપ થતા તે ડૂબવા લાગ્યો હતો
  • પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી

વલસાડના તિથલ રોડ ઉપર આવેલી વાંકી નદીની ખાડીમાં રવિવારે સવારે ભાગડાવાડા નવીનગરી ખાતે રહેતા ગોવિંદ શંકરભાઈ માછલી પકડવા ગયા હતા. આ દરમિયાન વાંકી નદીની ખાડીમાં યુવકનો પગ સ્લીપ થતા તે ડૂબી ગયો હતો. આજુ બાજુના સ્થાનિક લોકોએ યુવકને ડૂબતા જોઈ તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, યુવક હાથ ન લાગતા તિથલ ગામના સરપંચ અને ભાગડાવાડા ગામના ડેપ્યુટી સરપંચને બનાવની જાણ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ યુવકની લાશને વાંકી નદીના પાણીમાંથી બહાર કાઢી હતી. ભાગડા વાડાના ડેપ્યુટી સરપંચે યુવકની લાશની ઓળખ કરી હતી. આ બનાવની જાણ વલસાડ સિટી પોલીસને થતા પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આગળની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ યુવકને બચાવવાનો ઘણો પ્રયાસો કર્યો હતોવલસાડના ભાગડાવડા ખાતે રહેતા 40 વર્ષીય યુવક રવિવારે તિથલ રોડ ઉપર આવેલી વાંકી નદીની ખાડીમાં માછલી પકડવા ગયો હતો. યુવક માછલી પકડવામાં મશગુલ હતો તે દરમિયાન પાણીમાં યુવકનો પગ સ્લીપ થતા તે પાણીના વહેણમાં તણાયો હતો. વાંકી નદીની ખાડીમાં યુવકને તણાતાં જોઈને સ્થાનિક લોકોએ તેને બચાવવાના ઘણા પ્રયાસો હાથ ધર્યો હતો. જોકે, તેને બચાવી શક્યા ન હતા.

વરસાદને લઈ નદીમાં કે ખાડીમાં માછલી પકડવા ન જવાની અપીલ કરાઈ

સ્થાનિકોએ તિથલ અને ભાગડાવડા ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરી હતી. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ વલસાડ સીટી પોલોસની ટીમને થતા પોલોસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં વરસાદી હવામાનને લઈ નદી કે ખાડી અને દરિયામાં માછલી પકડવા ન જવા લોકોને ભાગડાવડા ગામના ડેપ્યુટી સરપંચ ગૌરવ આહીરે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...