મોટી દુર્ઘટના ટળી:વલસાડમાં બેકાબૂ બનેલી કાર એક યુવકને અડફેટે લીધો, અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના મગોદ ગામ પાસે એક કારચાલકે બેફિકરાઈથી કાર ચલાવી એક યુવકને અડફેટે લેતા ઘાયલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કારચાલક સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

વલસાડના મગોદ ગામે મહા ફળિયામાં રહેતા આનંદભાઈ એસ. પટેલ ગતરોજ તેમના મિત્રો સાથે ગણપતિ મંડળનો મંડપ ખોલી રહ્યો હતા. તે સમયે જયેશભાઈ પટેલ નામનો યુવક ત્યાંથી કોઈક સામાન લઈને પસાર થઇ રહ્યો હતો. જેમાં યુવાનોએ તેને જણવ્યું કે ગણેશ મંડળનો મંડપ ખોલી રહ્યા હોવાથી તમે બીજા રસ્તાથી જાઓ ત્યાર બાદ થોડા સમયમાં જયેશનો નાનો ભાઈ સુબોધ પટેલ અચાનક હોન્ડા સી.ટી. કાર નંબર GJ-15.-BB-2418 લઇ ને ત્યાંથી પુરપાટ ઝડપે સામે થી આવ્યો અને ફળિયામાં ગણેશ મંડળનો મંડપ છોડી રહેલા ગામના યુવકને અડફેટે લીધો હતો. જેમાં આનંદભાઈ પટેલ ને હાથ અને થાપા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ આનંદભાઈ ને વલસાડ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે. સુબોધ વિનોદભાઈ પટેલ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. અને પોલીસે માથા ભારે ઇશમ સુબોધ ને પકડવા ની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...