• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Young Man Jumped To His Death From The River Bridge Across Pardini, The Rescue Team Found Only The Dead Body After A Lot Of Effort.

આશાસ્પદ યુવકની આત્મહત્યાં:પારડીની પાર નદીના બ્રિજ ઉપરથી યુવકે મોતની છલાંગ લગાવી, રેસ્ક્યૂ ટીમને ભારે જહેમત બાદ માત્ર લાશ હાથ લાગી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી અને અતુલ વચ્ચે પસાર થતી પાર નદીના બ્રિજ ઉપરથી અજાણ્યા શખ્સે મોતની છલાંગ લગાવી હતી. યુવકનું રેસ્ક્યુ કરવા માટે માંગેલા લાઈફ સેવ ગ્રુપના સભ્યોની મદદ માંગવામાં આવી હતી. જોકે, રેસ્ક્યું ટીમને યુવકની લાશ હાથ લાગી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી અને અતુલ વચ્ચે આવેલી પાર નદીનો બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે. આજે વધુ એક યુવકે પાર નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક માંગેલા લાઇફ સેવ ગ્રુપના સભ્યોને જાણ કરી હતી. ગ્રુપના સભ્યોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મોતની છલાંગ લગાવનાર યુવકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ અજાણ્યા યુવકની લાશ હાથ લાગી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ યુવક ક્યાંનો હતો અને કયા કારણોથી આત્મહત્યા કરી છે તે અંગેની તપાસ પણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...