આત્મહત્યા:વલસાડના વાઘલધરા હાઈવે પર હોટલમાં કામ કરતા શ્રમિકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના વાઘલધરા હાઈવે પર હોટલમાં કામ કરતા શ્રમિકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
  • સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ લઈને સિવિલ હોસ્પિટલ ખસેડયો

વલસાડના વાઘલધરા ખાતે આવેલી રાહગીર હોટલ સામે આવેલા રૂમમાં રહેતા એક શ્રમિકે રાત્રીના રોજ રૂમમાં કોઈની જાણ બહાર રૂમમાં મુકેલી ઉંદર મારવાની દવા પી મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યરાત્રીએ યુવકને ઉલટી થતા યુવકના મિત્રો અને પડોશીઓએ તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

વલસાડ તાલુકાના વાઘલધરા ગામ ખાતે આવેલી રાહગીર હોટલ સામે રહેતો હતો. થોડા સમય પહેલા UPથી વાઘલધરા ખાતે નોકરી કરવા આવેલા 24 વર્ષીય સંદીપકુમાર વિજયકુમાર તિવારીએ અગમ્ય કારણોસર કોઈની જાણ બહાર ઉંદર મારવાની દવા પીય આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત્રીએ સંદીપને ઉલટી થતા અને તેમાંથી ઝેરની દુર્ગંધ આવતા સ્થાનિમ લોકો એલર્ટ થઈ ગયા હતા. સંદીપના મિત્રો અને પાડોશીઓએ તાત્કાલિક 108ની ટીમની મદદ લઈ સંદીપ તિવારીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. વલસાડ સુવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે સંદીપ તિવારીનું મોતનીપ જ્યું હતું. બનાવો અંગે સંદીપના મિત્ર વિમલેશ ત્રિપાઠીએ ડુંગરી પોલીસને બનાવની જાણ કરી હતી. ડુંગળી પોલીસે વિમલેશ ત્રિપાઠી એ આપેલી એડીની નોંધ લઇ સંદીપ તિવારીનો ક્લાસનો કબજો લઈ લાસનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...