બેદરકારીએ જીવ લીધો:વલસાડના અતુલ કંપનીમાં સેફટીના સાધનો પહેર્યા વગર કામ કરતો કામદાર ત્રીજા માળેથી નીચે પટકાતા મોત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના અતુલ કંપનીમાં આવેલા વેસ્ટ પ્લાન્ટમાં બિલ્ડીંગ ન.70માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી ત્રીજા માળ સુધી 500 લીટર વાળું વેસલ ત્રીજા માળે ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. દરમ્યાન ત્રીજા માળે લોખંડની રેલિંગ લગાવવાની કામગીરી દરમ્યાન રેલિંગ ક્રોસ થતા કામ કરી રહેલા કામદારનું બેલેન્સ ગુમાવતા ત્રીજા માળથી નીચે પટકાયો હતો. અતુલ કંપનીની એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારને અતુલ કંપનીના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી પારડી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડયો હતો. જ્યાં હાજર તબીબે કામદારને થયેલી ગંભીર ઇજાઓને લઈને કામદારનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામદારની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ તાલુકામાં આવેલી અતુલ કંપનીમાં 2009થી ગજાનંદ નામથી લેબર કોન્ટ્રાકટ ચલાવી રહ્યા છે. તેમના કોન્ટ્રકમાં કંપનીમાં આવેલી જૂની લાઈનની જગ્યાએ નવી લાઈન નાખવાની ટાંકી બદલવાની વગેરે કોન્ટ્રક હેઠળ કામગીરી કરતા આવ્યા છે. આજરોજ સવારે અતુલ કંપનીના સેડ એન્ડ પ્લાન્ટમાં વેસ્ટ પ્લાન્ટમાં 70 નંબરની બિલ્ડીંગમાં 500 લીટરનું વેસલ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળે ચડાવવાનું અને ત્યાં ફિટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના સુપરવાઈઝર સુરેશ જીવણભાઈ નાયકાની આગેવાનીમાં હેલ્પર રાજેશ રામુભાઈ પટેલ અને સાથે કામદારોને કામગીરી સોંપવામાં આવી હતી. જે દરમ્યાન સુપરવાઈઝર ની સૂચના આધારે કામદારો કામગીરી કરી રહ્યા હતા. ગ્રાંઉન્ડ ફ્લોરથી 500 લીટરનું વેસલ ત્રીજા માળે ફિટ કરવાની કામગીરી કરી રહ્યા હતા. હેલ્પર રાજેશ રામુભાઈ પટેલ અને તેના સથી મજૂરો ત્રીજા માળે વેસલ ફિટ કરવાની કામગીરી કરી રહ્યા હતા. જે દરમ્યાન અચાનક ત્રીજા માળ ઉપર રેલિંગ ફિટ કરી રહ્યા હતા. અને રેલિંગ અચાનક ક્રોસ થઈ જતા રેલિંગ ઉપર સેફટીના સાધનો વગર કામ કરી રહેલા 55 વર્ષીય રાજેશ રામુભાઈ પટેલ ત્રીજા માળથી નીચે પટકાયા હતા. કંપનીમાં અકસ્મિત રીતે ત્રીજા માળથી કામદાર પટકાયો હોવાની જાણ પ્લાન્ટ ઉપર થતા ઇમરજન્સી સાયરાન વગાળવામાં આવ્યા નજીકમાં કામ કરતા અન્ય કામદારો અને કંપનીની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

અતુલ કંપનીની એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારને અતુલ કંપનીના દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપર હજાર તબીબે ઇજાગ્રસ્ત કામદારને ચેક કરતા કામદારને થયેલી ગંભીર ઇજાઓને લઈને પારડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. કંપનીની એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારને પારડી હોસ્પિટલમાં ખસેડતા ફરજ ઉપર હાજર તબીબે ઇજાગ્રસ્ત કામદારને થયેલી ગંભીર ઇજાઓને લઈને મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને આગળની તપાસ હાથ ધરી છે. રૂરલ પોલીસ મથકે ઘટના અંગે કોન્ટ્રાક્ટરને સુપરવાઇઝર સુરેશ જીવણભાઈ નાયકાએ ADની નોંધ કરવી હતી. પોલીસે ADની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...