વીજ અકસ્માત:વલસાડના મોગરવાડીમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં મંડપ બાંધી રહેલા કામદારને વીજ કરંટ લાગ્યો, સારવાર માટે ખસેડાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદારનો જીવ બચી જતા લગ્ન આયોજનકના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એક પરિવારના ઘરે લગ્નપ્રસંગ હોવાથી કલવાડાના એક મંડપ ડેકોરેટરના કામદારો મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન બાજુમાંથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં આવી જતા કામદારને કરંટ લાગતા ઉપરથી નીચે પટકાયો હતો. 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વલસાડના મોગરાવાડી ખાતે યોજાનારા એક લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવાનું કામ શ્રી ક્રિષ્ના ડેકોરેટરને આપવામાં આવ્યું હતું. મંગળવારે સાંજે ડેકોરેટરના કામદારો મંડપ બંધવાની કામગીરી કરી રહ્યા હતા. દરમ્યાન બાજુમાંથી પસાર થતી વીજ લાઈનને મંડપનો સળિયો અડી જતા ડેકોરેટરનો કામદાર પરાગભાઈ શ્યામજીભાઈ વાઘને કરંટ લાગ્યો હતો. અને મંડપ બાંધતા ઉપરથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ સાથે કામદારો અને લગ્ન પ્રસંગના પરિવારજનોને થતા દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક લોકો અને 108ની ટીમની મદદ લઈને લગ્ન અયોજકના પરિવારના સભ્યોએ શ્રમિક પરાગ વાઘને નજીકની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. શ્રમિકનો જીવ બચી જતા લગ્ન આયોજકના પરિવારના સભ્યો અને ડેકોરેટરના સંચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...