તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બિકાનેર ટ્રેનમાં મહિલાનું 2.21 લાખની મતા ભરેલું બેગ ચોરાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પોલીસમાં મુંબઇની મહિલાએ ફરિયાદ નોંધાવી

પશ્ચિમ રેલવેની બિકાનેર દાદર એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનથી મુંબઇ જતી એક મહિલાને ઉંઘમાં પડેલી જોઇ કોઇ ચોર ઇસમ તેની બાજૂમાં મૂકેલા ડાયમંડનો હાર,રોકડ,મોબાઇલ સહિત રૂ.2.21 લાખની મતા ભરેલું હેન્ડબેગ ચોરી ગયું હતું.જેની વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મુંબઇ કાંદિવલી આત્મારામ સાવંત રોડ ઉપર અશોકનગર આર્કેડ ટાવરમાં રહેતી 48 વર્ષીય મહિલા મુસાફર તુલસીદેવી દેવરામ માલવિયા રાજસ્થાન ગઇ હતી.જ્યાંથી આ મહિલા મુસાફર બિકાનેર દાદર એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇ જવા નિકળી હતી.દરમિયાન તેણીએ તેના પાસેનું એક હેન્ડબેગ નજીકમાં મૂકી સૂઇ ગઇ હતી.તે અરસામાં બિકાનેર દાદર એક્સપ્રેસ નવસારી સ્ટેશને મળસ્કે 3.20 વાગ્યે આવી પહોંચી હતી.તેણીએ ઉંઘમાંથી જાગીને જોતા હેન્ડબેગ ગાયબ થઇ ગયું જણાતા આસપાસ તપાસ કરી હતી.દરમિયાન ટ્રેનમાં એક મુસાફર ટોયલેટમાં ગયો હતો તેને ખાલી હેન્ડબેગ મળી આવ્યું હતું.જે આ મહિલાને તેણે આપી દીધું હતું.પરંતુ આ બેગમાં સોના ડાયમંડનો એક 40 ગ્રામન હાર કિ.રૂ.2.08 લાખ,રોકડા રૂ.4 હજાર અને મોબાઇલ ફોન કિમત રૂ.9 હજાર મળી કુલ રૂ.2.21 લાખ ભરેલું હેન્ડબેગ કોઇ ચોર ઇસમ ચોરી ગયું હોવાનું માલૂમ પડ્યું હતું.લાંબી તપાસ છતાં બેગ ન મળતા છેવટે તેણીએ મોડી સાંજે વલસાડ રેલવે પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...