દુષ્કર્મ:ઉમરગામ GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરતી મહિલા પર સાથી કામદારે દુષ્કર્મ આચર્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પરિવારજનોને ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી એક કંપનીમાં તલાસરીની પરિણિત મહિલા અને પાલઘરના પરણિત યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધની શરૂઆત થઈ હતી. કંપનીમાં કામ કરતા હતા તે દરમિયાન પરિણીતાની એકલતાનો લાભ લઈને યુવકે ઓક્ટોબર 2021મ દુષ્કર્મ આચર્યુ હતું. જે ઘટનાની જાણ પરિણીતાના પતિ અને તેના પરિવારને થતા પરિણીતાએ નજીકના પોલીસ મથકે યુવક સામે ઉમરગામની કંપનીમાં કામગીરી દરમિયાન દુષ્કર્મ આચર્યું હોવાની FIR નોંધાવી હતી. જે ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે ટ્રાન્સફર થતા 16 મેના રોન ઉમરગામ પોલીસે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના તલાસરી ખાતે રહેતી એક પરણિતા ઉમરગામ GODCમાં આવેલી એક કંપનીમાં કામ કરવા જોતી હતી. જે દરમિયાન પાલધરના એક પણ એક પરિણીત યુવકે મહિલાને લગ્ન કરવાની લોભામણી લાલચો આપી મહિલા સાથે પ્રેમ સબંધની શરૂઆત કરી હતી.

બાદમાં કંપનીમાં ચાલતી કામગીરી દરમિયાન પરિણીતાની એકલતાનો લાભ લઇ મહિલા સાથે પરણિત યુવકે શારીરિક સંબંધ માંગણી કરી હતી. તેમજ કંપનીમાં મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સાથી કામદારોએ બંનેને કંપનીમાં ઝડપી પાડયા હતા.

ઘટનાની જાણ પરિણીતામાં પતિ અને પરિવારના સભ્યોને જાણ થતાં. પરિણીતાને ઘટના અંગે દુષ્કર્મ આચરનાર યુવક સામે પાલઘરના નજીકના પોલીસ મથકે ઘટનાની FIR નોંધાવી હતી. પાલઘર પોલીસે પરિણીત શખ્સ વિરુદ્ધ FIR નોંધાવી હતી. તે FIR ઝીરો નંબરથી ઉમરગામ પોલીસ મથકને FIR મોકલી આપવામાં આવી હતી.

ઉમરગામ પોલીસ મથકે GIDCમાં ઓક્ટોબર 2021ના રોજ બનેલી ઘટનાની FIR 16મી મેંના રોજ આવતા ઉમરગામ પોલીસે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કંપનીમાં સથી શ્રમિકોના અને ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉમરગામની કંપનીના CCTV ફૂટેજ મેળવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...