કર્તવ્યનિષ્ઠા:વલસાડની મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરજને મહત્વ આપી પ્રેગનન્સીના અંતિમ દિવસમાં પણ ફરજ બજાવી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 તારીખ સુધી ફરજ બજાવનારા મહિલા જવાને 13 તારીખે બાળકને જન્મ આપ્યો
  • સ્ટાફની જરુરિયાતને ધ્યાન પર રાખી ફરજ પર હાજર રહ્યા

વલસાડ સીટી પોલીસ મથકે WPC નિરંજનાબેન પટેલે પ્રેગ્નેસીના અંતિમ દિવસોમાં કોરોના મહામારી વચ્ચે પણ પોતાની નોષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. 12 મે સુધી વલસાડ સીટી પોલીસ મથકે મહિલાએ પોતાની ફરજ નિભાવી હતી. 13મે ના રોજ વલસાડની ખાનગી હોસ્પિટલમાં મહિલા પોલીસ જવાને બાળકને જન્મ આપ્યો હતો. વુ.પો.કો નિરંજનાબેનની ખબર અંતર પૂછવા વલસાડ સીટી પીઆઈ શુક્રવારે હોસ્પિટલ પહોંચીને નિરંજનાબેનને અભિનંદન પાઠવ્યા હતા.

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના મહામારી વચ્ચે સીટી પોલીસ મથકે ફરજ બજાવતા 33 વર્ષીય, નિરંજનાબેન કનુભાઈ પટેલ તેમની ફરજ બજાવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે નિરંજનાબેન પ્રેગ્નેન્સી સાથે ફરજ બજાવી રહ્યા હતા. વલસાડ સીટી પોલીસ મથકના PI મોરીએ નિરંજનાબેનને પ્રેગ્નેસીના સમય દરમિયાન રજા ઉપર ઉતારવા જણાવ્યું હતું. વલસાડ સીટી પોલીસ મથકે પોલીસ સ્ટાફની અછત અને કામના ભરણને ધ્યાને રાખીને નિરંજનાબેને ફરજ ઉપર હાજર રહેવાનો નિર્ણય કર્યો હતો.

પો.કો. એ તેમના લગ્ન જીવનમાં 2 દીકરીઓને જન્મ આપી ચુક્યા હતા. ત્રીજી પ્રેગ્નેસી સાથે તેમણે જાતે ફરજ ઉપર રહેવાનો નિર્ણય કર્યો હતો. પ્રેગ્નેસીના અંતિમ દિવસોમાં વુ.પો.કો. 12મી મે સુધી વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવી હતી. 13મી મે ના રોજ લેબર પેન થતા તેમને તાત્કાલિક વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નિરંજનાબેને એક બાળકને જન્મ આપ્યો હતો.

જેને જાણ વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો અને અધિકારીઓને થતા તેઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નિરંજનાબેન પિતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈને મહિલાઓનું ગૌરવ વધાર્યું હતું. નિરાજનાબેનના પતિ અને તેમના પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. 14 મે ના રોજ સીટી પીઆઈ મોરીએ વુ.પો.કોને અભિનંદન પાઠવ્યા હતા. અને નિરંજનાબેન ઉપર ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી

અન્ય સમાચારો પણ છે...