સુવિધા:દુધનીના વોટર એમ્બ્યુલન્સમાં એક મહિલાએ જોડીયા બાળકને જન્મ આપ્યો

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુથારપાડાની મહિલાને ખાનવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

કપરાડાના સુથારપાડાની મહિલા ડિલીવરી માટે વાહનોની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ ન થતાં વોટર એમ્બ્યુલન્સનો સહારો લીધો હતો. દુધની ખાતેની આ વોટર એમ્બ્યુલન્સમાં મહિલાએ જોડીયા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ મહિલાને વધુ સારવાર માટે ખાનવેલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે રહેતા સારા જાદવ ઉ.વ.27 પ્રેગ્નેન્ટ હોવાથી કાઉંચા ગામ થઇ દુધની ખાતે પહોંચી હતી. જ્યાં પેટમાં અતિશય દુખાવો થયો હતો. જેથી તેમને તાત્કાલિક વોટર એમ્બ્યુલન્સ મારફતે ખાનવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

જોકે ખાનવેલ પહોંચે તે પહેલા જ વોટર એમ્બ્યુલન્સમાં જ મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. એમ્બ્યુલન્સના સ્ટાફે ડિલીવરી કરાવી હતી. આ મહિલાને વધુ સારવાર મળી રહે તે માટે વોટર એમ્બ્યુલન્સની ટીમે મહિલા દર્દીને ખાનવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...