બીભત્સ માગણી:વલસાડના ધરમપુરના હોમગાર્ડ કમાન્ડન્ટે મહિલા હોમગાર્ડને ફોન કરી કહ્યું- 'મને સારી રીતે રાખ, હું તને સારી રીતે રાખીશ'

વલસાડ14 દિવસ પહેલા
  • મહિલા હોમગાર્ડને કહ્યું- મહિનામાં એકવાર એક-બે કલાક ફરવા જઈશું, મોજ મજા કરી પરત આવી જઈશું
  • હોમગાર્ડ કમાન્ડન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાતા SPએ સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હોમગાર્ડ કમાન્ડન્ટે એક મહિલા હોમગાર્ડને ફોન કરી બીભત્સ માગણી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મહિલા હોમગાર્ડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે ધરમપુર હોમગાર્ડ કમાન્ડન્ટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કમાન્ડન્ટ અને મહિલા હોમગાર્ડ વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાઈરલ થયા બાદ કમાન્ડન્ટને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપવામા આવ્યા છે.

મહિલા હોમગાર્ડને કહ્યું- 'હું તને ખુશ રાખું છું, તું મને ખુશ રાખ'
ધરમપુર હોમગાર્ડ કમાન્ડન્ટ સાજન ગાવિત અને હોમગાર્ડની એક મહિલા કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. 12 મિનિટની ઓડ્યિ ક્લિપમાં કમાન્ડન્ટ મહિલા હોમગાર્ડ પાસે બીભત્સ માગણી કરતો સંભળાઈ રહ્યો છે. કમાન્ડન્ટ મહિલા હોમગાર્ડને પોતાની સાથે બહાર ફરવા માટે આવવાનું કહી રહ્યો છે. કમાન્ડન્ટ કહી રહ્યો છે કે, તું મને ખુશ રાખ હું તને ખુશ રાખીશ.

કમાન્ડન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
મહિલા હોમગાર્ડ પાસે બીભત્સ માગણી કરવાના મામલે ધરમપુર હોમગાર્ડ કમાન્ડન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. પોલીસે કમાન્ડન્ટની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. હોમગાર્ડ દ્વારા કમાન્ડન્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે.

અનેક મહિલા હોમગાર્ડ પાસે બીભત્સ માગણી કર્યાનો આરોપ
મહિલા હોમગાર્ડે બીભત્સ માગણી કરવા મામલે ઝડપાયેલા હોમગાર્ડ કમાન્ડન્ટે અનેક મહિલા હોમગાર્ડને ફોન કરી બિભત્સ માગણી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, એક મહિલા હોમગાર્ડે હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલે પ્રકાશમાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...