આપઘાત કે અકસ્માત?:વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા કોન્ટેબલનું તિથલના દરિયામાં ડૂબી જતા મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોન્સ્ટેબલ પૂજાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
કોન્સ્ટેબલ પૂજાની ફાઈલ તસ્વીર
  • સીટી પોલીસની ટીમે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી
  • 2 વર્ષ અગાઉ પોલીસમાં ભરતી થઈ હતી

વલસાડ સીટી પોલીસ મથકે મહિલા કોસ્ટબલ તરીકે ફરજ બજાવતી એક મહિલા કોન્ટેબલનું ગત મોડી રાત્રીએ તિથલના દરિયામાં ડૂબી જતા મોત થયું છે. ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરી છે. આ આત્મહત્યા છે કે અકસ્માત એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
વલસાડ સીટી પોલીસ મથકે પૂજાબેન થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં જોડાઈ હતી. ગઈકાલે રાત્રે વલસાડના તિથલ બીચ ખાતે ડૂબી જતા મોત થયું છે. વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં તાત્કાલિક વલસાડના તિથલ બીચ ખાતે પહોંચી દરિયામાં ડૂબી ગયેલી પૂજબેનની લાશનો કબ્જો મેળવ્યો હતો. તિથલ બીચથી લાશનો કબ્જો મેળવી મહિલા WLRPCએ ક્યાં આપઘાત કર્યો કે અકસ્માત છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યો છે. પોલીસે પૂજાની લાશનો કબ્જો મેળવી લાશને PM માટે મોકલાવી છે.

પહેલું પોસ્ટિંગ વલસાડ સિટી પોલીસમાં હતું
વલસાડના અબ્રામામાં પોલીસ હેડ ક્વોર્ટર રોડ ઉપર આવેલી તુલસીવન સોસાયટીમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ પૂજા કોલેજ અભ્યાસ પૂર્ણ કરી પોલીસ વિભાગમાં નોકરીએ જોડાઇ હતી.તેણીને પહેલું પોસ્ટિંગ વલસાડ સિટી પોલીસ મથકમાં મળ્યું હતું. છેલ્લા બે વર્ષથી પૂજા અહિં ફરજ બજાવી રહી હતી.

પિતા ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે
મધ્યમ પરિવારની પૂજા પ્રજાપતિના પિતા સોહનલાલ પ્રજાપતિ મૂળ રાજસ્થાનના વતની છે અને વર્ષોથી વલસાડમાં સ્થાયી થયા હતા.તેઓ ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે.તેમને 3 સંતાનો છે જેમાં બે ભાઇ સંજય અને પ્રકાશ છે અને તેમાં સૌથી નાની પૂજા હતી.

મોડી રાતે તિથલ બીચ પર શા માટે ગઈ
વલસાડ સિટી પોલિસ મથકની મહિલા કોન્સ્ટેબલનું અગમ્ય કારણસર દરિયામાં પડી જવાથી મોત થયું હોવાની એડી દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે મહિલા કોન્સ્ટેબલના મોતની ઘટના આપઘાતની છે કે અકસ્માતની છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.મોડી રાતે તિથલ બીચ પર જવાનું શું કારણ હતું તે અંગે પણ હજી પોલીસને કોઇ માહિતી જાણવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...