• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Woman Begging For Navratri At Pariya In Pardi, Valsad Was Beaten Up By A Child Thief, Police Registered An NC Complaint Against The Woman And Launched An Investigation.

ભીખ માગતી મહિલાને ઢસડી-ઢસડીને મારી:વલસાડના પારડીમાં બાળક ચોર સમજી નવસારીની મહિલાને ઢોર માર મરાયો, પોલીસે મહિલાને ટોળામાંથી છોડાવી

વલસાડ14 દિવસ પહેલા
  • પોલીસે મહિલાની NC ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા પરિયા ગામના માંહ્યવંશી ફળિયામાં નવસારીમાં રહેતી 50 વર્ષીય મહિલા નવરાત્રિ માટે લોકોના ઘટે ઘરે ફરી ભીખ માંગતી હતી. જે દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ મહિલા બાળક ચોર હોવાની શંકા રાખીને મહિલાને પકડી બાળક ચોરી કરતી હોવાના આક્ષેપ સાથે મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો. પેટ્રોલિંગ કરતી પોલીસે લોક ટોળું જોઈ ચેક કરતા મહિલાને સારવાર માટે ખસેડી હતી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલા નવસારી રહેતી હોવાનું અને પોતે ભીખ માંગવા આવી હોવાનું જણાવતા મહિલાની અજાણ્યા ઈસમો વિરૂદ્ધ NC ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાને બાળક ચોર સમજી માર મારતા હોવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

મહિલા નવરાત્રિ નિમિત્તે ઘરે-ઘરે જઇ ભીખ માગતી હતી
નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રંજનબેન જોગી વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા પરિયા ગામના માંહ્યનશી ફળિયામાં 6 ઓક્ટોબરના રોજ નવરાત્રિ નિમિત્તે ઘરેઘરે જઈને ભીખ માંગી રહ્યા હતા. જે દરમિયાન જયેશભાઇ ઉર્ફે મહેશભાઈ માંહ્યવંશી ફળિયામાં આવી રંજનબેન બાળક ચોરી કરવા આવી હોવાના આક્ષેપ સાથે રંજનબેનને પકડી માર મારવાનું શરૂ કર્યું હતું.

બાળક ચોર સમજી માર માર્યો
સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકોએ પણ રંજનબેનને બાળક ચોર સમજી માર માર્યો હતો. ત્યારે પારડી પોલીસના જવાનો પેટ્રોલિંગ દરમિયાન લોકો ટોળું ભેગું થયેલું જોતા ચેક કરતા લોકો મહિલાને બાળક ચોર સમજી મારી રહ્યા હતા. પોલીસે મહિલાનો કબ્જો મેળવી પ્રાથમિક સરકાર કરવી મહિલાની પૂછપરછ કરતા મહિલાને લોકોએ બાળક ચોર સમજી ખોટી રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસે મહિલાના નવસારી ખાતેના રહેણાંક મકાન ખાતે તપાસ કરાવતા મહિલા સાચું બોલતી હોવાનું જાણવા મળતી રંજનબેનની NC ફરિયાદ નોંધી બાળક ચોરી કરવા આવી હોવાનો આક્ષેપ કરનાર અજાણ્યા ઈસમો અને માર મારનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...