તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનો LIVE વીડિયો:વલસાડના તિથલ બીચ પર દરિયાઈ મોજા સાથે એક મહિલા તણાવા લાગી, સ્થાનિક યુવકોએ માનવ સાંકળ રચી જીવ બચાવ્યો

વલસાડ13 દિવસ પહેલા
  • અકસ્માતનો અને બચાવકામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

વલસાડના તિથલ બીચ પર ફરવા આવેલા એક મહિલાને દરિયાની ખૂબજ નજીક બેસવું ભારે પડી ગયું હતું. દરિયા કિનારે બેસી દરિયાઈ મોજાની મજા લઈ રહેલા એક મહિલા તણાવા લાગતા આસપાસમાં હાજર અન્ય લોકોમાં દેકારો બોલી ગયો હતો. જેના કારણે નજીકમાંથી ચારથી પાંચ જેટલા યુવાનો આવી પહોંચ્યા હતા, જેઓએ માનવ સાંકળ રચી મહિલાને ડૂબતા બચાવી નવજીવન આપ્યું હતું.

શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસ નિમિત્તે સમુદ્ર કિનારે પિતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. જેને લઈને વલસાડના તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓ સોમવતી અમાસ નિમિત્તે તિથલ બીચ ખાતે પિતૃ તર્પણ અને સમુદ્રમાં સ્નાન કરવા આવી પહોંચતા હોય છે. સોમવારે બપોરે ભરતીના સમયે તિથલ બીચના દાદર ઉપર 2 મહિલાઓ બેઠી હતી. મહિલાઓ દરિયાના પાણીની મજા માણી રહી હતી. જે દરમિયાન અચાનક દરિયામાં એક મોટું મોજુ આવતા એક મહિલાને દરિયાના પાણીમાં.અંદર ખેંચી લીધી હતી. ઉપસ્થિતિ લોકોમાં દેકારો બોલી જતા નજીકમાંથી ત્રણથી ચાર યુવકો આવ્યા હતા. જેઓએ માનવસાંકળ રચી મહિલાને ઓઢણીની મદદથી ડૂબતા બચાવી લીધી હતી.

અકસ્માત અને બચાવ કામગીરીનો વીડિયો વાઈરલ
તિથલ બીચ પર આજે જે અકસ્માતનો બનાવ બન્યો હતો તે સમગ્ર બનાવ અન્ય સહેલાણીઓએ મોબાઈલમાં કેદ કર્યો હોય આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ચેતવણીને અવગણતા સહેલાણીઓ
તિથલ બીચ ખાતે ભરતીના સમયે દરિયા નજીક ન જવાના બોર્ડ મારવામાં આવ્યા હોવા છત્તા સહેલાણીઓ સૂચનાઓની અવગણા કરતા હોય છે. આજે પણ અનેક સહેલાણીઓ ભરતીના સમયે જ પાણીની ખૂબજ બેસેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...