તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા રદ્દ:રાજ્ય સરકાર દ્વારા HSCની પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થી આલમમાં ખુશીની લહેર, પસંદગીની કોલેજમાં પ્રવેશ માટે અસમજમાં મુકાયા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું હતું
  • બુધવારે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

મંગળવારે PM મોદીએ રાજ્ય સરકારને કોરોના મહામારીને ધ્યાને રાખીને HSCની પરીક્ષા રદ્દ કરવા સૂચન કર્યું હતું. જેને લઈને બુધવારે રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડ સાથે મળેલી એક બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા HSCમાં અભ્યાસ કરતા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે વલસાડની કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. તેમાં કોલેજ પ્રશાસન મૂંઝવણમાં મુકાયુ છે.

કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી

કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને કઈ રીતે એડમિશન આપવુ તેની ખબર પડતી નથી. તથા નવા માર્ગદર્શનની રાહ જોવાઇ રહી છે. શિક્ષણ વિભાગ માટે સૌથી મોટો પ્રશ્ન દેખાઈ રહ્યો છે. સાથે કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સંચાલકો રાહ જોઈ રહ્યાં છે. વલસાડ જિલ્લામાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અસમંજસમાં મુકાયું છે. મેડિકલ અને એન્જિનિયરિંગની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે. તેવું કોલેજના આચાર્ય અને શાળાના શિક્ષકો જણાવી રહ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહની શાળાઓ આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...