વલસાડ રેલવે સ્ટેશન સહિત રાજ્યના ઘણા રેલવે સ્ટેશન ઉપર 24 કલાક ભારતનો ફ્લેગ લહેરાવવાની પરમિશન મેળવ્યા બાદ 15મી ઓગસ્ટ, 2021ના રોજ વલસાડ ARMના હસ્તે વલસાડ રેલવે સ્ટેશન બહાર 100 ફૂટની ઊંચાઈએ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. જેમાં ગત 18 એપ્રિલના રોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતે યાત્રીઓ ફ્લેગ ફાટી ગયેલી હાલતમાં જોઈ જતાં તેમણે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. રેલવેના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાટી ગયેલો ફ્લેગ માન સાથે ઉતારી લીધો હતો. જેના 20 દિવસ બાદ રેલવે વિભાગે નવો ફ્લેગ લહેરાવતાં વલસાડ રેલવે સ્ટેશનની ખોવાયેલી રોનક પરત આવી હોવાનું રેલવેના કર્મચારીઓ, GRP અને RPFના જવાનો, રેલ યાત્રીઓ અને રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું.
15 ઓગસ્ટ, 2021ના રોજ દેશના ઘણા રેલવે સ્ટેશન ઉપર 100 ફૂટથી વધુ ઊંચાઇએ 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાની પરમીશન આપવામાં આવી હતી. જેમાં વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ 100 ફૂટની ઊંચાઈએ લહેરાવવા માટે છૂટ આપવામાં આવી હતી. 15 ઓગસ્ટ 2021 ના રોજ વલસાડના ARM અનુ ત્યાગીના હસ્તે 100 ફૂટથી વધુ ઊંચાઇએ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો અને વલસાડની શાનમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો હતો. ગણતરીના મહિનાઓમાં આ રાષ્ટ્રધ્વજનો કલર ઉડી જતાં અને રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં લહેરાતો જોતા દેશભક્તોની લાગણીઓ દુભાઈ હતી.
જેના બાદ રેલવે વિભાગને યાત્રીઓએ ઘટનાની જાણ કરતાં તાત્કાલિક ભારતનો ફ્લેગ 18મી એપ્રિલના રોજ માનભેર ઉતારી લેવામાં આવ્યો હતો અને નવો ફ્લેગ મંગાવવામાં આવ્યો હતો. 20 દિવસ બાદ વલસાડ રેલવે વિભાવ પાસે નવો ફ્લેગ આવતાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રેલવે સ્ટેશન ખાતે માનભેર ભારતના તિરંગાને ફરી લહેરાવવામાં આવ્યો હતો. જેના લીધે વલસાડ રેલવે સ્ટેશનની રોનક પરત આવી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.