તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:મુંબઈના એક ટ્રસ્ટ તરફથી વલસાડ જિલ્લા પ્રશાસનને 20 ઓક્સિજન કોન્સ્ટ્રેટર અર્પણ કરાયા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના હસ્‍તે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર અટગામને ઓકિસજન કોન્‍સ્‍ટ્રેટર અપાયું

સાંપ્રત કોરોનાની મહામારીમાં વલસાડ જિલ્‍લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેકટર આર. આર.રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો થઇ રહયા છે. કલેકટર રાવલ દ્વારા કોરોના દર્દીઓ માટે સીવીલ હોસ્‍પિટલ વલસાડ તેમજ જિલ્‍લાની કોવિડ હોસ્‍પિટલોમાં જરૂરી ઓકિસજનની વ્‍યવસ્‍થાઓ ગોઠવવામાં આવી છે. અને તે પ્રમાણે જિલ્‍લામાં ઓકિસજનનો પુરવઠો કોવિડ હોસ્‍પિટલોને પૂરો પાડવામાં આવે છે. હાલમાં ગ્રામ્‍યસ્‍તરે સંક્રમિત થયેલા ગામડાના કોરોના દર્દીઓને આકસ્‍મિક સંજોગોમાં ઓકિસજનની જરૂર પડે તો તે ઓકિસજન કોન્‍સ્‍ટ્રેટર દ્વારા હવામાંથી પણ મેળવી શકાય છે.

વલસાડ જિલ્લામાં કોરોનાના સંક્રમણને નિવારવા માટે કલેક્ટર દ્વારા જે સઘન પ્રયત્‍નો થઇ રહયા છે, તેના ભાગરૂપે મુંબઇના ભણશાલી ટ્રસ્‍ટ દ્વારા જિલ્‍લાને 20 જેટલા ઓકિસજન કોન્‍સ્‍ટ્રેટર આપવામાં આવ્‍યા છે. જે પૈકી આજરોજ અટગામ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર માટે વલસાડના તાલુકા હેલ્‍થ ઓફિસરને કલેકટર વલસાડને હસ્‍તે 05 ઓકિસજન કોન્‍સ્‍ટ્રેટર આપવામાં આવ્‍યા હતા. જયારે બાકીના કોન્‍સ્‍ટ્રેટરો જિલ્‍લાના સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રોને ફાળવવામાં આવ્‍યા છે.

કપરાડા તાલુકાના નાનાપોંઢાને 5 અને ઉમરગામ તાલુકાને 5 તેમજ વલસાડની મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 2 ફાળવવામાં આવ્‍યા છે. આ અંગે જિલ્લા કલેક્‍ટર રાવલે સહકારી ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગકારો સાથે પણ ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની સ્‍થાનિક સરકારી હોસ્‍પિટલો અને કોવિડ કેર સેન્‍ટરમાં વધુમાં વધુ સંખ્‍યામાં ઓક્‍સિજન કોન્‍સ્‍ટ્રેટરો ઉપલબ્‍ધ કરાવવાના પ્રયાસો પણ ચાલી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...