• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Truck Loaded With Bananas Burst A Tire On Pardi Highway In Valsad, 5200 Tonnes Of Bananas Scattered On The Highway After Being Hit By A Container Coming From Behind.

કેળા રોડ પર વિખેરાયા:વલસાડના પારડી હાઇવે ઉપર કેળા ભરેલા ટ્રકનું ટાયર ફાટ્યું, પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારતા 5200 ટન કેળા હાઇવે પર વિખેરાયા

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ હાઇવે ઉપર સુરતથી ટ્રકમાં કેળા ભરીને સેલવાસ તરફ જતા ટ્રકનું પારડી હાઇવે ઉપર ટાયર ફાટ્યું હતું. ટ્રક ચાલકે ટ્રકને સાઈડ ઉપર કરીને ટાયર બદલાવી રહ્યો હતો. જે દરમિયાન પાછળથી આવતા અન્ય એક કન્ટેનર ચાલકે બેફિકરાઈ પૂર્વક કન્ટેનર ચલાવી કેળા ભરેલા ટ્રક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને લઈને વલસાડ હાઇવે ઉપર મુંબઇ ટ્રેક ઉપર 5200 ટન કેળા હાઇવે ઉપર વિખેરાઈ ગયા હતા. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પરડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો
સુરતથી કેળા ભરી ને સેલવાસ જઈ રહેલા ટ્રક નંબર (DN-09-F-9862)નું વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર અચાનક ટેમ્પનું પાછળનું ટાયર ફાટી ગયું હતું. જેને લઈને ટ્રક ચાલકે ટ્રકને NH 48 ઉપર રસ્તાની સાઈડ ઉપર ટ્રક લાવીને ટ્રકમાંથી ફાટી ગયેલું ટાયર બદલવાની કામગીરી કરી રહ્યો હતો. જે દરમ્યાન મુંબઈ જતી ટ્રેક ઉપર પાછળથી બેફિકરાઈ પૂર્વરક આવતા કન્ટેનર નંબર (MH-46-AR-5041)ના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતને લઈને ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી થઈ ગયો હતો ટ્રકમાં ભરેલો 5200 ટન કેળા ભરેલો ટ્રક નેશનલ હાઇવે 48 પર પડતા નેશનલ હાઇવે બંધ થઈ ગયો હતો ઘટનાની જાણ પારડી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં કન્ટેનર ચાલકે ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. પારડી પોલોસે ક્રેઇનની મદદ લઈને ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી હાઇવે ઉપર ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે. તો અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે ટ્રક ચાલકનું નેવેદન જાણીને ઘટના ક્રમ સમજવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...