ખાડા જોખમી બન્યા:વલસાડ હાઈવે પર મસમોટા ખાડાના કારણે અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઘઉં ભરેલી ટ્રક પલટી ગઈ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને આજે સવારે એક ઘઉં ભરેલી ટ્રકની પાછળની ચેસીઝ તૂટી જતા હાઇવે ઉપર દોડતી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. જેને લઇને હાઇવે પર ટ્રાફિક જામ થયું હતું. સદનશીબ ટ્રક ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના અંગે રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હાઇવે ઉપર ટ્રાફિકને નડતર રૂપ ભાગ રૂર કરવા પ્રયાસ કરી હાઇવે ઉપરનો ટ્રાફિક જામ સામાન્ય કર્યો હતો.

વલસાડ હાઇવે પર ચંદ્રમોલેશ્વર મંદિર સામે અમદાવાદથી મુંબઈ જતાં હાઇવે પર એક ઘઉં ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રકની પાછળની ચેસીઝ છૂટી પડી ગઈ હતી. હાઇવે ઉપર પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. હાઇવે ઉપર પલ્ટી ખાઈ ગયેલા ટ્રકમાં ભરેલો ઘઉંનો જથ્થો હાઇવે પર વેરાયો હતો. જેને લઇને હાઇવે પર થડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ક્રેઇનની મદદ વડે ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર ટ્રાફિક સમાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...