કોણ કોને આપશે ટક્કર?:વલસાડ જિલ્લાની 5 બેઠક પર જામશે જંગ, ધરમપુરમાં અપક્ષ ઉમેદવાર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપશે?

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાની 5 બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે.
આદિવાસી સમાજની નારાજગી BJPને નડશે?
વલસાડ જિલ્લાની 5 બેઠક પૈકી 1 બેઠક સામાન્ય અને 4 બેઠક આદિવાસી સમાજના ઉમેદવારો માટે અનામત બેઠક છે. વલસાડ જિલ્લામા વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા ભાજપનો ગઢ બનીને રહી છે. મોટી સંખ્યામાં BJPના કમિટમેન્ટ મતદારો સિમ્બોલ ઉપર મતદાન કરે છે. ધરમપુર બેઠક ઉપર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ સહિતના આદિવાસી વિસ્તારમાં શરૂ થનારા નવા પ્રોજેકટને લઈને આદિવાસી સમાજની નારાજગી દૂર કરવામાં BJPને સફળતા મળી નથી. વલસાડ જિલ્લાની તમામ બેઠકો ઉપર BJPએ વર્તમાન ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 1 લી ડિસેમબરે વલસાડ જિલ્લાની 5 વિધાન સભા બેઠક ઉપર મતદાન યોજાશે. તમામ બેઠકો જીતવા BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યા છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી વલસાડ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

જીતુભાઇ ચૌધરી સામે પૂર્વ કેબિનેટ મંત્રીના દીકરા વસંત પટેલ
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી ધરમપુર, કપરાડા અને ઉમરગામ બેઠક ઉપર સૌની નજર રહેશે. રાજ્યની વિધાનસભા બેઠજ 178 ધરમપુર બેઠક ઉપર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ સહિતના મુદ્દાઓને લઈને સ્થાનિક મતદારોની નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલ મહત્વની ભૂમિકા ભજવશે. આવતી કાલે કલ્પેશ પટેલ અપક્ષ ઉમેદવારી કરીને કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલને જીતતા અટકાવવા માટે ચૂંટણી જંગમાં શક્તિ પ્રદર્શન સાથે ઉતરશે.

જીતુભાઇ ચૌધરી સામે વસંત પટેલ મેદાને
179 વલસાડ વિધાનસભા બેઠક ઉપર BJPએ કોળી પટેલને આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજના યુવકને જ્યારે કોંગ્રેસે પાટીદાર સમાજના યુવકને પ્રથમ વખત ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે. 180 રાજ્યની હાઈ પ્રોફાઈલ બેઠક ઉપર BJPમાંથી રાજ્યના નાણાં મંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રીના દીકરાને ટીકીટ આપીને છે. જતરે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી સમાજના જ્યેન્દ્ર ગાવીતને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. 181 કપરાડા વિધાનસભા બેઠક ઉપર વિધાનસભાની 181 કપરાડા બેઠક ઉપર BJPના રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી સામે પૂર્વ કેબિનેટ મંત્રીના દીકરા વસંત પટેલને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

રમણલાલ પાટકર ચૂંટણી મેદાનમાં
વર્તમાન પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીનો જન સંપર્ક ખુબજ મજબૂત પાસું છે. જીતુભાઇ ચૉધારી BJPમાં આવીને પેટા ચૂંટણી પણ જંગી બહુમતીથી જીતી લાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે આદિવાસી સમાજના યુવાન એવા વસંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આગામી દિવસોમાં આ બેઠક ઉપર જનતા કોને આશ્રિવાદ આપશે તેના ઉપર તમામની મીટ મંડાયેલી રહેશે. જ્યારે 182 વિધાનસભા બેઠક ઉપર 6 ટર્મથી વારલી સમાજના રમણલાલ પાટકરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બંને એક જ સમાજના હોવાથી ઉમરગામ બેઠક ઉપર યીજાનારી સામાન્ય ચૂંટણી ઉપર સૌની નજર રહેશે..

અન્ય સમાચારો પણ છે...