• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Training Was Held In Valsad Under The Chairmanship Of District Election Officer Kshipra Agre On Implementation Of Model Code Of Conduct.

વિધાનસભા ચૂંટણીને લઈ:વલસાડમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું

વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પાંચ વિધાનસભા મત વિસ્તારમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી. જેમાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી દરમ્યાન તમામ કર્મચારીઓની બઢતી, બદલી તેમજ રજાઓ ઉપર પ્રતિબંધ રહેશે તેમ જણાવ્યું હતું. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવણીની સાથે ઉમેદવારો ચૂંટણીની આચાર સહિતનું ચુસ્ત પણે પાલન કરાવવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી હતી.

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને એક ચૂંટણીના સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી/કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ રહેશે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવણી સિવાયનો તમામ પ્રકારનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે, જે તેમના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ તાલીમમાં પારડી પ્રાંત અધિકારી વસાવાએ પ્રેઝન્ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ અવસરે આદર્શ આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી પારૂલ પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની પાલિકાના ચીફ ઓફીસરો સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત

અન્ય સમાચારો પણ છે...