તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતની છલાંગ:વલસાડના બાલદા ખાતે રહેતા વેપારીએ પાર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી, ભગોદ ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક રાકેશ પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક રાકેશ પટેલની ફાઈલ તસવીર
  • આઠ કલાકની શોધખોળના અંતે તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢ્યો
  • આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ખાતે રહેતા એક વેપારીએ ગતરાત્રિએ અતુલ અને પારડીને જોડતા પાર નદીના બ્રીજ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આઠ કલાકની શોધખોળ બાદ વેપારીનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

પારડી તાલુકાના બાલદા ખાતે રહેતા રાકેશ મોહનભાઈ પટેલ નામના વેપારી ગતરાત્રિએ તેમના ઘરેથી નીકળ્યા હતા અને ડ્રાઈવર સાથે ફાઉન્ટેન હોટલ પાસે આવ્યા હતા. અહીં ડ્રાઈવરને થોડીવાર માટે ઉભું રહેવાનું કહી વેપારી પાર નદી તરફ ગયા હતા. ફાઉન્ટેન હોટલ ઉપર ડ્રાઈવર રાકેશભાઇની રાહ જોઈ ઉભો હતો. રાકેશભાઈ પરત ન ફરતા તેમના પત્ની અમિષાબેન ફોન કર્યા હતો અને અમિષાબેન ફાઉન્ટન હોટલ આવ્યા હતા. રાકેશભાઇને ફોન કરીને તેની શોધખોળ કરતા રાકેશે પાર નદી પર છું કહી તેની પત્ની જાણ કરી હતી. ત્યારબાદ તેનો સંપર્ક કપાઈ ગયો હતો.

વહેલી સવારથી જ તરવૈયાઓ દ્વારા પાર નદીમાં શોધખોળ શરૂ કરવામા આવી હતી. આઠ કલાક સુધી શોધખોળ કરાયા બાદ તરવૈયાઓને લાશ હતિયા ભગોડ પાસેથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપી હતી. સાથે આપઘાત પાછળનું કારણ જાણવા પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મૃતકના રોકડ અને દાગીના પણ ગાયબ
પારડીના યુવકે ક્યાં કારણો સર આપઘાત કર્યો તેની હાલ ચર્ચા ચાલી છે. જોકે, મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતાં. આ ઉપરાંત તેમણે પહેરેલા દાગીના તથા રોકડા 20 હજાર પણ મળ્યા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...