• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Tractor With A Brake Failure In Tampa Filling A Gas Cylinder At Union Territory Daman, Causing Minor Injuries To A Female Worker.

અકસ્માત:સંઘ પ્રદેશ દમણ ખાતે ગેસના સિલિન્ડર ભરી જતા ટેમ્પામાં બ્રેક ફેલ થતા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો, મહિલા કામદારને સામાન્ય ઇજા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો
  • આ અકસ્માતમાં ટેમ્પામાં ભરેલા ગેસ સિલિન્ડરોને કોઈ નુકસાન ન થતા મોટી દુર્ઘટના ટળી હતી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી પસાર થઈ રહેલા ગેસના સિલિન્ડર ભરેલા ટેમ્પોની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. દમણના રાજીવ ગાંધી બ્રિજ ઉપર ગેસના સિલિન્ડર ભરેલા ટેમ્પાની પટલારા ગ્રામ પંચાયતના કચરાના ટ્રેક્ટર સાથે ટક્કર થઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. માત્ર એક મહિલા કામદારને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. દમણમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

પટલારા ગ્રામ પંચાયતનો કચરો ઉંચકતું ટ્રેકટર સફાઈ કામદારો સાથે ટ્રેક્ટરમાં કચરો લઈને નાની દમણ તરફ આવી રહ્યું હતું. ત્યારે રાજીવ ગાંધી સેતુ બ્રિજ ઉપર પાછળથી આવતા ગેસ સિલિન્ડરો ભરેલા એક ટેમ્પાની બ્રેક ફેલ થઇ જતા ટેમ્પો સીધો કચરા ગાડીની ટ્રોલી સાથે ટકરાયો હતો. આ અક્સમાતમાં ટ્રોલીમાં બેસેલા કામદારો પૈકી એક મહિલાને નાની-મોટી ઈજાઓ થતા તેને એમ્બ્યુલન્સ મારફતે મરવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજીવ ગાંધી સેતુની વચ્ચો વચ્ચ સર્જાયેલા અકસ્માતને કારણે બ્રિજની બંને છેડે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માતમાં ટેમ્પામાં ભરેલા ગેસ સિલિન્ડરોને કોઈ નુકસાન ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...