તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:રેલવેમાં કોરોનાથી કુલ 20 કર્મીઓ મોતને ભેટ્યા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન મહામંત્રી ડો.એમ.રાઘવૈયા દ્વારા કેન્દ્રીય રેલવે મત્રી પિયુષ ગોયેલને કોરોના વોરિયર્સ રેલવે કર્મીઓ કે જેઓ ફ્રન્ટલાઇન વર્કરો હોવા છતાં તેમના મૃત્યુ બાદ તેઓના પરિવારજનોને સહાયક રાશિ મળી ન હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો.વેસ્ટર્ન રેલવે મજદૂરસંઘના પ્રમુખ શરીફખાન અને હોદ્દેદારોની મીટિંગમાં વલસાડના 20 સહિત દેશના 2 હજાર જેટલા કોરોનાથી મોતને ભેટેલા રેલવે કર્મીઓને સરકારી સહાયના મુદ્દે પરામર્શ કરાયો હતો.

જેમાં વલસાડ રેલવે વિભાગના રાત દિવસ સેવા બજાવી કોરોના વોરિયર્સ વલસાડમાં જ 20 કર્મીઓ મોતને ભેટ્યા હતા.ઓન ડ્યુટી કર્મીના અવસાન કેસમાં તેના પરિવારને રૂ.25 લાખ આપવામાં આવે છે તેમ રેલવે કર્મીઓ ફરજ દરમિયાન સંક્રમિત થઇને મૃત્યુ પામનારના પરિવારોને પણ યોગ્ય સહાય મળે સંતાનોને તુરત રેલવેમાં નોકરી આપવાની માગ કરાઇ છે.રેલ મંત્રી સમક્ષ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...