આખરી મતદાર યાદી:વલસાડ જિલ્લામાં કુલ 13,26,464 મતદારો નોંધાયા, મતદાન દરમિયાન ફોટોવાળી મતદારયાદીનો ઉપયોગ કરાશે

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજ્યમાં વિધાસભની ચૂંટણી માં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ જિલ્લામાં 1392 મતદાન મથકોમાં 13,26,464 મતદારો માતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરીને પ્રથમ તબક્કાની કામગીરીને ભાગરૂપે વલસાડ જિલ્લા સહિત રાજ્યના મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના 808 મતદાન લોકેશન ઉપર 1,392 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં 13.26 લાખ મતદારો વલસાડ જિલ્લાની વિધાનસભામાં મતદાન કરશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યના મતદાર માતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મતદારો મતદાર યાદીમાં નામ સુધારો, નામ ઉમેરવું, નામ કમી કરવું, મતદાન મથક બદલવું સહિતના કામો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ વલસાડ જિલ્લામાં 6,82,582 પુરુષ મતદારો અને 6,43,867 મહિલા મતદારો અને 15 અન્ય મતદારો મળીને વલસાડ જિલ્લામાં 13,26,464 મતદારો નોંધાયા હતા. ચૂંટણી વિભાગ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં EVM અને VV પેટના માધ્યમથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરશે તેમ ચૂંટણી વિભાગે જણાવ્યું છે. વલસાડ જિલ્લાના 808 મતદાન મથક લોકેશન ઉપર 1,392 મતદાન મથકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી વિભગની સુરક્ષા વચ્ચે 13,26,464 મતદારો મતદાન કરી શકશે.

ડમી મતદાન અટકાવવા ફોટા વાળી મતદાર યાદીનો ઉપયોગ કરશે
મતદાન દરમ્યાન ડમી મતદારો દ્વારા મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપો નિવારવા માટે ફોટા વાળી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. મોટી સંખ્યામાં મતદારોને EVMમાં મતદાન કર્યા બાદ મતદાનની ખરાઈ કરવા માટે VVપેટ મશીનનો ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...