વેક્સિનેશન વગર સર્ટિફિકેટ મળ્યું:વલસાડમાં રહેતા એક કિશોરને વેક્સિનનો બીજો ડોઝ મળે તે પહેલા જ બીજા ડોઝનું સર્ટિફિકેટ મળી ગયું!

વલસાડએક મહિનો પહેલા
  • આરોગ્ય અધિકારીએ કહ્યું- 'આ મામલાની મારી પાસે કોઈ જાણકારી નથી'

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગનો ગંભીર છબરડો સામે આવ્યો છે. વલસાડમાં રહેતા એક કિશોરને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતા તેને બીજા ડોઝનું સર્ટિફઇકેટ ઈસ્યુ કરી દેવાયું હતું. કિશોરના પિતાએ સવાલ ઉઠાવ્યો હતો કે, હવે જ્યારે મારા પુત્રને ખરેખર બીજો ડોઝ લેવાનો થશે ત્યારે શું થશે? આરોગ્ય અધિકારી આ મામલાથી અજાણ જોવા મળ્યા હતા. તેને કહ્યું હતું કે, કોઈ ટેક્નિકલ ભૂલ હશે તો સુધારી લેવાશે.

વલસાડ શહેરમાં રહેતા વેપારી ભૂષણ કાલાવાડિયાના મોબાઈલ ફોન ઉપર પારડી અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્ર ઉપરથી ફોન આવ્યો હતો. મહિલા કર્મચારીએ ભૂષણ ભાઈના પુત્ર હૃદય કાલાવાડિયાએ વલ્લભ આશ્રમ શાળામાં માર્ચ મહિનામાં રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ કોરોના રસીનો બીજો રોઝ લેવાનો બાકી છે તેમ જણાવ્યું જતું. હૃદય કાલાવાડિયાની જન્મ તારીખનું વર્ષ જાણી આરોગ્ય કર્મચારીએ ફોન કટ કરી નાખ્યો હતો. જે બાદ 20 મિનિટમાં ભૂષણભાઈ કાલાવાડિયાના મોબાઈલ ફોન ઉપર દીકરા હૃદયને 25મી મેના પારડી રસીકરણ કેન્દ્ર ઉપર રસીનો બીજો ડોઝ મુકવામાં આવ્યો હોવાનો SMS આવતા ચોંકી ઉઠ્યા હતા.

ભૂષણભાઈ દ્વારા આક્ષેપ કરાયો છે કે, તેમને જ્યારે આ છબરડા મામલે આરોગ્ય કર્મચારીને ફોન કર્યો ત્યારે કર્મચારીએ તેને કહ્યું હતું કે, અધિકારીઓના દબાણના કારણે રસી લઈ લીધા અંગેની નોંધ કરવામાં આવી છે.જેને લઈને ભૂષણભાઈએ તેમના મિત્રોને જાણ કરતા વાત વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના અંગે ભૂષણભાઈએ આરોગ્ય વિભાગની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ટેક્સના રૂપિયાથી કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. જેનો દૂર ઉપયોગ થઈ રહ્યો હોવાથી ભૂષણભાઈએ સોશ્યલ મીડિયાના માધ્યમથી CM અને PM સુધી ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે.

વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી ઘટનાથી અજાણ જણાયા હતા. જો કે, સાથે તેમણે કહ્યું હતું કે, જો કોઈ ટેક્નિકલ ભૂલ હશે તો તે સુધારી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...