વર્ષ 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અલગ થયા બાદ આજે પણ કેટલીક જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદનો વિવાદ વણઉકલ્યો રહ્યો છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતમાં આવતા 9 સર્વે નંબર પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે. આજે આ વિવાદને લઈને મહારાષ્ટ્રના અધિકારીઓ ગુજરાતમાં માપણી કરવા આવતા અગાઉથી તૈયારીમાં બેઠા હતા. વલસાડ વહીવટી તંત્ર અને મહારાષ્ટ્રની ટીમ અમને સામને થઈ હતી. જ્યાં વલસાડ જિલ્લાના વહીવટી અધિકારીઓએ માપણી કરવા આવેલી ટીમે વિરોધ કરતા મહારાષ્ટ્રની ટીમે માપણી કર્યા વિના જ વિલા મોઢે પરત થવું પડ્યું.
ગુજરાત અને મહારાષ્ટ્ર વર્ષ 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અલગ થયા બાદ આજે પણ કેટલીક જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદનો વિવાદ વણઉકલ્યો રહ્યો છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. મહારાષ્ટ્રથી ગુજરાતના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતમાં આવતા 9 સર્વે નંબર પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી મહારાષ્ટ્ર સરકારની હદ શરૂના બોર્ડ લગાવી રહ્યુ છે. આજે આ વિવાદને લઈને મહારાષ્ટ્રના અધિકારીઓ ગુજરાતમાં માપણી કરવા આવી પહોંચ્યા હતા. વલસાડ જિલ્લાના વહીવટી તંત્રની સમગ્ર ઘટનાની અગાઉથી જાણકારી મળી જતા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર પ્રકરણમાં તૈયારીમાં બેઠું હતું. વલસાડ વહીવટી તંત્ર અને મહારાષ્ટ્રની ટીમનો આમને સામને થઇ હતી. જ્યાં વલસાડ જિલ્લાની ટીમે મહારાષ્ટ્ર સરકારની માપનીનો વિરોધ કરતા મહારાષ્ટ્ર ની ટીમે માપણી કર્યા વિના જ વિલા મોઢે પરત થવું પડ્યું હતું.
વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું હતું. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોતાનો હકક દાવો કરી રહ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા અને મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચેની હદ પર આવેલા સોલસુંબા ના કેટલાક સર્વે નંબર પર આજે પણ મહારાષ્ટ્ર રાજ્ય પોતાના હક જતાવી રહ્યું છે.. સોળસુંબા ગ્રામ પંચાયત વર્ષોથી જે વિસ્તારમાં અને જે સર્વે નંબરો પર વીજળી પાણી સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓ વલસાડ જિલ્લાની ટીમ વર્ષોથી આપી રહી છે. અને વલસાડ જિલ્લાની હદમાં આ ગામો આવ્યા છે. એવા સર્વે નંબર પર પણ મહારાષ્ટ્ર પોતાનો હક દાવો કરી રહ્યું છે. આથી સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા પણ મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા દાવા નો વિરોધ કરી રહ્યા છે. તો વર્ષો થી સોળસુંબા ગ્રામ પંચાયત , વલસાડ જિલ્લા સહિત રાજ્ય સરકારને ટેક્ષ ચૂકવતા મિલકત ધારકો પણ મહારાષ્ટ્ર કરવામાં આવેલા દાવાનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાતની સાથે જ રહેવાની માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.