વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના બોઇસર ખાતેથી એક મહિલા ડિલિવરી કરાવવા વલસાડ સિવિલ હોસ્પિટલ ટ્રેન મારફતે આવી રહી હતી. જે દરમિયાન ટ્રેનમાં લેબર પેન વધતા 108ની ટીમને જાણ કરી વલસાડ રેલવે સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી. જે દરમ્યાન લેબર પેન વધતા રેલવે સ્ટેશન ખાતે જ મહિલાની ડિલિવરી કરાવવાની જરૂરત ઊભી થઇ હતી. 108ની ટીમે તાત્કાલિક અન્ય મહિલાઓની મદદ લઈને પ્લેટફોર્મ ઉપર મહિલાની સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
મહારાષ્ટ્રથી મહિલા વલસાડ આવી રહી હતી
વલસાડની સિવિલ હોસ્પિટલમાં બોઇસર ખાતે રહેતી મહિલા ડિલિવરી માટે ટ્રેનમાં આવી રહી હતી. તે દરમિયાન વાપી સ્ટેશનથી આગળ મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતાં મહિલાની ટ્રેનમાં જ ડિલિવરી થઈ ગઈ હતી. જેમાં રેલવે તંત્ર અને 108ની ટીમે તાત્કાલિક મહિલાને સારવાર આપી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ, મહારાષ્ટ્રમાં બોઈસર ખાતે રહેતી 24 વર્ષીય સાયના નદીમ પઠાણ આજ રોજ ટ્રેન નંબર 12935 બાંદ્રા સુરત ઇન્ટરસિટીના કોચ નબર D- 2માં તેમની બહેન જોડે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી માટે આવી રહી હતી. તે અરસામાં ટ્રેન વાપી સ્ટેશન પહોંચતા સાયનાબેનને પ્રસૂતિનો દુખાવો ઊપડયો હતો. પરિવારના સભ્યોએ 108ની ટીમને ઘટનાની જાણ કરી 108ની ટીમને વલસાડ રેલવે સ્ટેશને બોલાવી હતી. વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર 108ની EMT માનસી પટેલે મહિલા યાત્રીઓની મદદ લઈને પ્લેટફોર્મ ઉપર સાયનાબેનની સફળ ડિલિવરી કરાવી હતી. એક બાળકને જન્મ આપ્યો હતો.
માતા અને પુત્રને વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયાં
આ અંગેની જાણ રેલવે વિભાગને થતાં તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર તેમજ સ્ટેશન પર ફરજ બજાવતા ડોક્ટરો અને વલસાડ 108ની ટીમ દોડી આવી હતી. જેમાં 108ની મહિલા કર્મચારી માનસીબેન પટેલે મહિલાની સલામત રીતે પ્લેટફોર્મ પર સારવાર આપી હતી. જેમાં જન્મેલું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. અને વધુ સારવાર માટે તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ બનાવમાં વલસાડ રેલવે તંત્ર અને 108ની ટીમ તેમજ વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા અશફાક શેખની સરાહનીય કામગીરી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.