વલસાડના વાઘલધરા ગામે હાઇવે પર એક રિસોર્ટમાં મુંબઇ પનવેલની યુવતીના લગ્ન પ્રસંગ દરમિયાન એક મહિલાનું રૂ.2.60 લાખની મતા ભરેલું પર્સ ચોરી થઇ ગયું હતું.એક યુવક ખુરશી પર મૂકેલું પર્સ લઇને રફુચક્કર થઇ હતો,જે સીસીટીવી ફુટેજમાંથી જાણવા મળ્યું હતું.
સુરત ઉધનાના અરિહંત કોમ્પલેક્સમાં રહેતા અને પાંડેસરામાં પ્રિસાના રિટેઇલ પ્રા.લિ. કંપનીના હિતેન્દ્ર માવજીભાઇ શાહની ભાણેજ પુનિત પરેશભાઇ શાહ રહે.પનવેલ,નવી મુંબઇનાના લગ્ન વાઘલધરા હાઇવે પર જાનકી રિસોર્ટમાં લેવાયા હતા.જેના માટે યુવતીના પરિવારજનો અને હિતેન્દ્ર શાહ તથા તેમનો પરિવાર લગ્ન પ્રસંગે આવ્યા હતા.દરમિયાન હિેતેન્દ્રભાઇના બહેન કલ્પના બેન પરેશભાઇ શાહ હોલમાં ખુરશી પર બેઠા હતા ત્યારે લગ્નના ફેરાની વિધિ થઇ રહી હતી ત્યારે બપોરે 1.45 વાગ્યાના સુમારે કલ્પનાબેનની પીઠમાં ખંજવાળ આવતા તેમણે પોતાનું એક પર્સ હતુ.
આ મહિલા રૂ.1.99 લાખનું 4 તોલાનું સોનાનું મંગળસૂત્ર જે દુલ્હનને આપવાનું હતું તે અને રોકડા રૂ.60 હજાર ફોન રૂ.7 હજારની કુલ રૂ.2.66 લાખની મતાનું પર્સ લઇને બેઠા હતા. દરમિયાન કલપ્નાબેનને પીઠમાં ખંજવાળ આવતા તેમણે બાજૂની ખુરશી ઉપર પર્સ મૂકી પાછળની રોમાં બેઠેલા સ્વજન પાસે પહોંચી પાછળ શું છે તે જોવા કહેવા જતા કોઇ 18 થી 20 વર્ષની વયનો યુવક પર્સ ઉઠાવી ફરાર થઇ ગયો હતો.કલ્પનાબેન પોતાની ખુરશી પર પરત આવ્યા અને બાજૂમાં જોયું તો પર્સ ગાયબ થઇ ગયું હતું.
ઘટના સીસી કેમેરામાં કેદ થઇ
લગ્ન હોલમાં તપાસ કરતા પર્સ મળ્યું ન હતું,ગ્રાઉન્ડ ફલોર પર સીસીટીવી ચેક કરતા એક યુવક પર્સ લઇને જઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઇ હિતેન્દ્રભાઇ શાહે ડુંગરી પોલીસ મથકમાં અજાણ્યા યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.