તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતાની મેહક:વલસાડમાં મ્યુનિ.હોસ્પિટલના દર્દીઓ માટે પાંડે પરિવાર દ્વારા 7 લાખની દવાનો જથ્થો અર્પણ કરાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ.માતાની પૂણ્યતિથિ નિમિત્તે ગરીબ દર્દીઓને દવાનો લાભ મળશે

વલસાડમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સ્વ.મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે રૂ.7 લાખની માતબર દવાનો પુરવઠો આપી માનવતાની મહેક પ્રસરાવી છે.ગરીબ મધ્ય વર્ગના દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વલસાડ મ્યુનિ.હોસ્પિટલમાં આવતા ડાયાબિટીસ,કાર્ડિયાક ,બ્લડ પ્રેશર,વાયરલ તાવ, અને હાલની કોરોના મહામારી સમયે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને ખુબજ ઉપયોગી દવાઓ સાથે ગ્લુકોઝ ની 3600 બોટલો, ઓપરેશન માટે સર્જીકલના સાધનો, માસ્ક, સેનિટાઈઝર અર્પણ કાર્યક્રમનું આયોજન પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કરાયું હતું.આ પ્રસંગે જિ.ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સ્વ. કૈલાશનાથ પાંડે અને એમના પરિવારની સેવાકીય પ્રવૃતિઓ સમાજ માટે ઉદાહરણ બનશે તેમ જણાવી પાંડે પરિવાર ના મોભી સ્વ.અમરનાથ પાંડેજી દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા.

પરિવારના દિવ્યેશ પાંડે દ્વારા મહેમાનોનું સ્વાગત તેમજ પ્રજ્ઞેશ પાંડે દ્વારા પરિવાર દ્વારા અર્પિત નિઃશુલ્ક સહાય અંગે વિગત રજૂ કરી હતી. ડો.રોહન પટેલે આ સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહે એવી આશા વ્યક્ત કરી હતી.જિ.ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ,મહામંત્રી શિલ્પેશ દેસાઈ,પાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલ,વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ,ડીવાયએસપી એમ.એન.ચાવડા, વલસાડ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ, વલસાડ મુસ્લિમ સમાજના અગ્રણી મોલાના અબ્દુલ અઝીઝ, બીઆરસી કોઓર્ડીનેટર મિતેશ પટેલ, કસ્તુરબા હોસ્પિટલના ફીઝીશીયન ડો.સમીરભાઈ દેસાઈ, ગાયનેક ડો. યોગીની રોલેકર સહિત પાલિકાના સભ્યો, એમ.આર.મિત્રો, પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાંડે પરિવારના પુત્રવધુ તેમજ શિક્ષિકા મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...