• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Sudden Fire Broke Out In The Closed Godown Of The Company At Umargam GIDC, The Company Managers In The Vicinity Immediately Informed The Fire Brigade.

ગોડાઉનમાં આગ:ઉમરગામ GIDCમાં કંપનીના બંધ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી, આજુબાજુની કંપની સંચાલકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરી

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCની એક કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનોક લોકો અને આજુબાજુની કંપનીના કામદારોને થતા તાત્કાલિક ઉમરગામ ફાયર વિભાગ અને નોટિફાઇડ વિભગની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઉમરગામ નગર પાલિકા અને નોટિફાઇડ તેમજ ઉમરગામ વીજ કંપનીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવા આવ્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીના ભંગારના ગોડાઉનમાં હોળીકા દહનની રાત્રીએ બંધ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકો અને કંપનીના કામદારો પૂજા કરી પરત ફરતા હતા તે દરમ્યાન એક નામ વગરના ભંગારના ગોડાઉનમાં આગ ના ધુમાળા નીકળતા જોઈને આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોને ઘટનાની જાણ કરીને ઉમરગામ નગર પાલિકા ફાયર વિભાગ અને ઉમરગામ નોટિફાઇડ ફાયર વિભગની ટીમને ઘટનાની જાણ કરી હતી. સાથે ઉમરગામ વીજ કંપનીની ટીમને પણ આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે ઉમરગામ વીજ કંપની અને ફાયર વિભગની ટીમે પહોંચી તાત્કાલિક આગની ઘટના સ્થળની નિરીક્ષણ કર્યા બાદ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગોડાઉનમાં પ્લાસ્ટિક પેપર્સ સહિતનો ભંગારનો જથ્થો હોવાથી ફાયરની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં અભરે તકલીફો આવી રહી હતી. વીજ કંપનીની ટીમે વીજ પ્રવાહ બંધ કર્યા બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ કર્યો હતો. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. બંધ ગોડાઉન હોવાથી કોઈ જાન હની ન હોવાથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...