વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા જાગીરી ગામમાં આવેલી આશ્રમ શાળામાં 31 ડિસેમ્બરની રાત્રીએ 3 વિદ્યાર્થીઓ આશ્રમ શાળાની બહાર આવી નજીકમાં આવેલા DPમાં એક વિદ્યાર્થી ડિયું બદલવા જતા કરંટ લાગ્યો હતો. સ્થાનિક યુવકની બાઇકમાં આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ આવી આશ્રમ શાળાના અધિકારીને એક વિદ્યાર્થી બેભાન થયો હોવાની ઘટનાની જાણ કરી હતી. 108માં નજીકના દવાખાને ખસેડતા વિદ્યાર્થીને કરંટ લાગવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી ગામમાં આવેલી આશ્રમ શાળામાં 31મી ડિસેમ્બર રાત્રીએ બાળકોને 9:30 કલાકે તેમના રૂમમાં ઊંઘવાની સૂચના આપી હતી. જે બાદ આશ્રમ શાળાના શિક્ષકની જાણ બહાર આશ્રમ શાળાના 3 વિદ્યાર્થીઓ દુકાનમાં કોલડ્રિન્ક પીવા ગયા હતા. ત્યાંથી નજીકમાં આવેલા DPમાં ડિયું બદલવા ગયો હતો. જે દરમ્યાન એક વિદ્યાર્થીની કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આશ્રમ શાળાના બાકીના 2 વિદ્યાર્થીઓ બાઈક ઉપર આશ્રમ શાળામાં વિદ્યાર્થીને પરત લાવ્યા હતા. આશ્રમ શાળાના શિક્ષકને ઘટનાની જાણ કરી હતી. આશ્રમ શાળાના શિક્ષકે તાત્કાલિક 108ની ટીમને અને આચાર્યને ઘટનાની જાણ કરી હતી. ઘટના અંગે ગામના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. આશ્રમ શાળાના શિક્ષકે 108ની મદદ લઈને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા ફરજ ઉપર હાજર તબીબે વિદ્યાર્થીને કરંટ લાગવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે ધરમપુર પોલીસે ADની નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે. ધરમપુર પોલીસે આશ્રમ શાળાના આચાર્ય અને શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આશ્રમ શાળામાં CCTV કેમેરા છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આશ્રમ શાળામાં કમ્પાઉન્ડ વોલ ન હોવાથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે આશ્રમ શાળામાંથી જતા રહેતા હોવાનું સામે આવ્યું છે. આજરોજ જાગીરી આશ્રમ શાળા ખાતે અને ઘટના સ્થળે વીજ કંપનીના અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ દરમ્યાન વિદ્યાર્થીના ચપ્પલ અને એક લાકડી મળી આવી હતી. વિદ્યાર્થી DPમાં ડિયું બદલવા ગયો હોવાથી વિદ્યાથીનું મોત નીપજ્યું હોવાનું વીજ કંપનીના અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.