• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Security Guard In A Cello Company Located At Somnath In Daman Fired At The Supervisor After Not Getting Two Months' Salary.

જીવલેણ હુમલાના CCTV:દમણના સોમનાથ ખાતે આવેલી સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે બે મહિનાનો પગાર ન મળતા નારાજ થઈ સુપરવાઈઝર પર ફાયરીંગ કર્યું

વલસાડ24 દિવસ પહેલા
  • કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર ઉપર ફાયરિંગ કરી આરોપી હથિયાર સાથે કંપનીના ગેટ પાસે જ આટા મારતો રહ્યો

દમણના સોમનાથ ખાતે આવેલી સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો ઇસમને 2 માસથી પગાર ન મળતા ગઈકાલના રોજ કંપનીના ગેટ પાસે આવીને સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર દેશી તમંચા વડે ફાયરિંગ કરવાની ઘટના બની હતી. જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર ઉપર જીવલેણ હુમલો કરી હુમલાખોર ગેટ ઉપર દેશી તમંચા સાથે અડધો કલાક સુધી ઉભો રહ્યો હતો. દમણ પોલીસને ઘટનાની જાણ થતાં હુમલાખોર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો..

2 મહિનાના પગારની ઉઘરાણીને લઈ ફાયરીંગ કર્યું
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી સેલો હાઉસ હોલ્ડ એપ્લાઇન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડને 2 મહિનાના બાકી પગાર ન મળતા સિક્યુરિટી સુપરવાઈઝર પાસે તેના 2 મહિનાના નીકળતા પગારની માંગણી કરી હતી. સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અતુલકુમાર ગુપ્તાએ બાકી પગાર લેવા આવેલા ગાર્ડને કાલે આવી વાત કરવા જણાવ્યું હતું. અને હાલ દારૂના નશામાં હોય ઘરે જતા રહેવા માટે સૂચના આપતા ગુસ્સે ભરાયેલા ઇસમે અમિત કુમાર ગુપ્તા ઉપર દેશી તમંચા વડે ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરી ઇસમને કંપનીના ગેટ પાસે આટા ફેર મારતા જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં સુક્યુરિટી ગાર્ડે સિક્યુરિટી કેબિનમાં ઉભેલા સુપર વાઇઝર ઉપર કરેલાની ઘટના કેદ થઈ હતી.

સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ થયો
દમણના સોમથન વિસ્તારમાં આવેલી સેલો કંપનીના ગેટ આગળ પિસ્તોલ સાથે અજાણ્યો ઈસમ ફરતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. સેલો કંપનીના આજુબાજુના વિસ્તારમાં અજાણ્યા પિસ્તોલ ધરી ઇસમને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...