• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Second Phase Meeting Was Held On The Electoral Operations Under The Chairmanship Of The Observer Of The Five Assembly Constituencies Of Valsad

રેન્ડમાઈઝેશન બેઠક:વલસાડની પાંચ વિધાનસભા બેઠકોના ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી અંગે બીજા તબક્કાની બેઠક યોજાઈ

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચના શિડ્યુલ મુજબ ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી છે. આજરોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ની હાજરીમાં ચૂંટણીમાં ઉપયોગ થનાર EVM અને VVપેટ મશીનની યાદી ઉમેદવારોના અગ્રણીઓને આપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોની હાજરીમાં ઇવીએમ અને વીવીપેટની સેકન્ડ રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના 1392 મતદાન મથકો ઉપર કુલ 13,29,239 મતદારોને માટે ઉપયોગમાં લેવાનારા EVM અને VVપેટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓબ્ઝર્વર અક્ષય રાઉત, સ્પેશિયલ ઓબ્ઝર્વર ઇન્ફ્યુઝન અને એસેસીબલ ઇસીઆઇ ની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે વિશેષ બેઠક યોજાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...