અકસ્માતમાં મોત:ઉમરગામના ભિલાડના પાસે હાઇવે ઉપર ઉભેલી રિક્ષાને ટ્રકે અડફેટે લીધી, 2ના મોત 4 ઘાયલ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષાની આગળ ઉભેલા શ્રમિકો ઇજાગ્રસ્ત, રસ્તો ક્રોસ કરવા રાહ જોઈ ઉભા હતા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપર આવેલ મોહનગામ ફાટક આગળ યાત્રીઓને લેવા ઉભેલી રિક્ષાને મુંબઈથી વલસાડ તરફ આવતી ટ્રકના ચાલકે ટ્રકને બેફિકરાઈ પૂર્વક હંકારી લાવી રિક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષા આગળ ઉભેલા 6 શ્રમિકોને પણ અડફેટે લીધા હતા. પૈકી 2 શ્રમિકોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનામાં 108ની મદદ મેળવી ઘાયલોને સારવાર અંતે નજીકની સરકારી હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાઇવે ઉપર ઉભેલા શ્રમિકો પૈકી 2 શ્રમિકોને મોત નિપજ્યા હતા. જ્યારે 4 ઇજાગ્રસ્તો પૈકી 2 ઇજાગ્રસ્તને વાપીની જીવનદીપ હોસ્પિટલ અને 2 યાત્રીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપર આવેલ મોહનગામ રેલવે ફાટક પાસે એક રિક્ષા (નં. GJ-15-AT-2912)નો ચાલક રિક્ષા પાર્ક કરી નજીકમાં આવેલી મારબલની દુકાનમાં કામ કરવા ગયો હતો. રિક્ષાની આગળ 6 જેટલા શ્રમિકો રસ્તો ક્રોસ કરવા ઉભા હતા. જે દરમિયાન મુંબઈ તરફથી આવતી એક ટ્રક નં. (GJ-05-BZ-3600)ના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ટ્રકને હંકારી લાવીને હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર ઉભેલી રિક્ષાને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અને રિક્ષાની આગળ ઉભેલા 6 શ્રમિકોને અડફેટે લીધા હતા.

અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં રિક્ષાનો ચપટાઈ ગઈ હતી. અકસ્માતમાં 1નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 અને IRBની એમ્બ્યુલન્સની મદદ મેળવીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 2 શ્રમિકોને વલસાડ વાપીની જીવનદીપ હોસ્પિટલ અને 2 યાત્રીઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટમાં સ્થળે પહોંચી ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી હાઇવે ઉપર થયેલા ટ્રાફિકજામને સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો.

રિક્ષા ચાલકે પુરપાટ ઝડપે દોડતી આવતી ટ્રકને જોઈને રિક્ષા આગળ ઉભેલા શ્રમિકોને ખસી જાવા બુમાબુમ કરી હતી. પાર ત્યાં સુધીમાં ટ્રકના ચાલકે શ્રમિકોને અડફેટે લઈ લીધા હતા. ઘટનામાં ટ્રક ચાલકને ભિલાડ પોલોસે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...