ઠરાવ:સરોણ અને નંદાવલા જૂથ પંચાયતના વિભાજનનો ઠરાવ કરવામાં આવ્યો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 10 મિનિટમાં સમેટાઇ ગઇ

વલસાડ જિલ્લા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં જ પૂરી થઇ ગઇ હતી.જેમાં મહત્વના કામ પૈકી વલસાડ તાલુકાના સરોણ અને નંદાવલા જૂથ પંચાયતનું વિભાજન કરવાનો ઠરાવ કરાયો હતો.આ સાથે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની દરખાસ્તો મગાવાઇ હતી.

વલસાડ જિ.પં.ની સામાન્ય સભા કોવિડના નિયમોના પાલન સાથે પ્રમુખ અલકાબેન શાહના અધ્યક્ષપદ હેઠળ મળી હતી.જેમાં સ્ટેમ્પડ્યુટીના કામો,પંચાયતનું વિભાજ અને ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા માટે ઠરાવ કરાયા હતા.ગત સભામાં રજૂ કરાયેલા પ્રશ્નો બહાલ કરાયા હતા.આ સભામાં મુખ્યત્વે વલસાડ તાલુકાની જૂથ પંચાયત સરોણ નંદાવલાનું વિભાજન કરવા માટે રજૂ કરાયેલા એજન્ડાના કામની ચર્ચા કરી સરોણ અને નંદાવલા અલગ અલગ પંચાયત બનાવવાના કામે ઠરાવ મંજૂર કરાયો હતો.

જેને લઇ આગામી દિવસોમાં ગ્રામજનોની લાગણી અને ગામના વિકાસ માટે બંન્ને પંચાયતો અસ્તિત્વમાં આવશે.સભામાં ડીડીઓ અર્પિત સાગર, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સભામાં સ્ટેમ્પડ્યુટી ગ્રાન્ટમાંથી વિવિધ તાલુકાઓને વિકાસના કામો માટે દરખાસ્ત મગાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...