રણજી ટ્રોફીની મેચ:વલસાડના BDCA ખાતે આવતીકાલે પંજાબ અને ગુજરાત વચ્ચે રણજી ટ્રોફીની મેચ યોજાશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના BDCAના સરદાર પતેઓ સ્ટેડિયમ ખાતે 3જી જાન્યુઆરી 2023ના રોજ ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ યોજાશે. આજે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બંને ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી. ગુજરાતની ટીમની હોમ પિચ તરીકે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયામને ગણવામાં આવે છે. વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓ આ મેચમાં ગુજરાતની ટીમમાંથી રમી રહ્યા છે. જેથી વલસાડના ક્રિકેટ રસિકો માટે આ મેચ જોકે આવશે.

વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી રણજી ટ્રોફી ટુર્નામેન્ટની મેચ વલસાડમાં યોજાશે. જેમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે મુકાબલો યોજાશે. ગુજરાતની ટીમ 4થી મેચ ચાલુ રણજી ટ્રોફી મેચમાં રમશે. જ્યારે પંજાબ 3જી મેચ રમશે. પંજાબ અગાવ આ સીઝનમાં 1 મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા તમામ પ્રયાસો સાથે મેચ રમશે. ગુજરાતની ટીમ આ સીઝનમાં એકપણ મેચ હર્યું નથી. પંજાબ કરતા ગુજરાતની ટીમ પોઇન્ટથી આગળ છે. ગુજરાતની ટીમની હોમ પિચ તરીકે ગણાતા સરદાર પટેલ સ્ટેડિય ગણવામાં આવે છે. જેથી ગુજરાતની ટીમનો દબદબો વધારે રહેશે.

વલસાડ જિલ્લા ના 2 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે. અરઝાન નાગવાસવાલા અને સિદ્ધાર્થ દેસાઈ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટુર્નામેન્ટમાં પંજાબ અને ગુજરાતના IPLના સ્ટાર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમવા આવ્યા હોવાથી બંને ટીમ વચ્ચે રાસકારી ભરેલી મેચ બની રહેશે. ગુજરાતની ટીમમાંથી પ્રિયંક પાંચાલ, અરઝાન નાગવાસવાલા, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ,ચિંતન ગજા રમી રહ્યા છે. જ્યારે પંજાબની ટીમમાંથી અભિષેક શર્મા, મનદીપ સિંઘ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે, હરપ્રિત બ્રાર જેવા સ્ટાર ખેલાડીઓ પંજાબની ટીમમાંથી રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટની મેચ જીતવા પંજાબ મારણિયા પ્રયાસો કરશે. જ્યારે જ્યારે ગુજરાત આ મેચમાં પોતાનો દબદબો જાળવી રાખવા મેચ જીતવાનો પ્રયાસ કરશે. અને આ મેચ દર્શકો માટે રસપ્રદ અને આકર્ષણ ભરેલી રહેશે. આજે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...