કપરાડા તાલુકામાં સાગી ચોરસા અને ખેરની તસ્કરી ધમધમી રહી છે, પરંતુ વન વિભાગની ટીમ પણ તસ્કરીને રોકવાનો પ્રયાસ કરી રહી છે. સુખાલા ઝાડી ફળીયામાંથી એક ખેડૂતના માલિકીના સર્વે નંબરમાંથી બિન પાસ પરવાનગી વિનાના સાગના કાપેલા લાકડા મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા લાકડા ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
નાનાપોઢા રેંજના અધિકારી અભિજીતસિંહ રાઠોડને મળેલી બાતમી મુજબ સુખાલા ગામના ઝાડી ફળીયામાં એક ખેડૂતના સર્વે નંબરમાં 69 જેટલાં સાગ બિન પાસ પરવાનગી વિના સાગનો ખુબ મોટો જથ્થો કાપી મુક્યો હોવાની આરેએફઓ અભિજીતસિંહ રાઠોડને બાતની મળી હતી. ત્યારે રેંજ અધિકારી તેના સ્ટાફ સાથે બાતમીવાળા સ્થળ ઉપર પહોંચી જતા માલિકીના સર્વે નંબરવાળી જગ્યામાં પાસ પરવાનગી વિનાના 69 નંગ સાગના લાકડા તેના કુલ ઘનમીટર 10.366 થાય છે.
તેની કિંમત 1 લાખ 62 હજાર 450 રૂપિયાનો મુદ્દામાલ વન વિભાગે કબ્જે લઈ આ સાગ ક્યાં ઈસમે કપાવ્યો છે તે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે લાકડા ગેરકાયદે કાપી લાકડાની ચોરી કરતા ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દેવીબેન અરવિંદભાઈ પટેલના માલિકીની જમીનમાંથી સાગ કાપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.